દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે મોદી સરકાર પાંચ સેક્ટરમાં મોટી રાહત આપવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ફાઈનાન્શિયલ, ઓટો અને એમએસએમઈ સેક્ટર માટે મોટા પેકેજની જાહેરાત કરી શકે છે. સરકાર ઓટો સેક્ટરમાં જૂની કાર માટે સ્ક્રૈપેજ પોલીસીનું એલાન કરી શકે છે. નવી પોલીસી પ્રમાણે 10 વર્ષ જૂના કોમર્શિયલ વાહન વેંચવા પર 50 હજાર રૂપિયા સુધીની છૂટ મળી શકે છે.

સરકાર ઓટો બાદ ફાઈનાન્શિયલ માર્કેટમાં એફપીઆઈમાં સરચાર્જમાં રાહત આપી શકે છે. જેથી વિદેશી રોકાણકારો માટે નિયમ હળવા થઈ શકે છે. જેમા સરકારનું ફોકસ બેંક અને એનએમબીએફસી પર ધ્યાન રહેશે. આ ઉપરાંત સરકાર રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટર માટે પણ મહત્વના પગલાં ભરી શકે છે.