ગુજરાત સરકારે રાજ્યની આવકમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું છે. જેમાં વેરાની તેમજ જીએસટીની આવકમાં ધરખમ ઘટાડો થયાની વાત કરી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં મુખ્ય આવક જીએસટીની છે જેમાં નિયમિત જીએસટીની આવક 55 હજાર 560 કરોડની આવક છે પરંતુ લોકડાઉનના કારણે તેમાં ઘટાડો આવ્યો છે. ગુજરાત સરકારે મંત્રીઓ અને ધારાસભ્યોની 30 ટકા પગાર કાપ મુકવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ પગાર કાપ એક વર્ષ સુધી અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાની મહામારીથી અંદાજે છેલ્લાં 3 મહીના સુધી લાદવામાં આવેલા લોકડાઉન બાદ ઘણાં લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની જનતાને લોકડાઉનમાં મોટો ફટકો પડ્યો છે. ત્યારે એક વાર ફરી ગુજરાતની જનતાને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવતા મોંઘવારીનો માર સહન કરવો પડશે. કોરોનાનાં કપરાં કાળ વચ્ચે રાજ્યની જનતા માટે આ માઠા સમાચાર છે.