કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે મંગળવારે સંસદને માહિતી આપી હતી કે વડા પ્રધાન કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારવાની સરકારની પાસે કોઈ દરખાસ્ત નથી. આવી સ્થિતિમાં ખેડૂત પરિવારોને અગાઉની જેમ વર્ષે વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જણાવી દઇએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા 1 ડિસેમ્બર 2019 થી આધાર જરૂરી બન્યું છે. આ રકમ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા લાભાર્થી ખેડુતોના બેંક ખાતાઓમાં સીધી 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. તોમરે લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે, “પીએમ કિસાન યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં વધારો કરવાની કોઈ દરખાસ્ત નથી”. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે.
આ ચુકવણી લાભાર્થીઓના સીડ ડેટાના આધારે કરવામાં આવી છે.હાલ, આસામ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આધાર સીડની પ્રક્રિયા કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં, આ રાજ્યોને 31 માર્ચ, 2021 સુધી છૂટ આપવામાં આવી છે. રાજસ્થાનમાં આશરે 70,82,035 ખેડૂત પરિવારોને વિવિધ હપ્તાને આવરી લેવા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ રાજ્યમાં રૂ. 7,632.695 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા 1,45,799 છે, જ્યારે દૌસા જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા 1,71,661 છે. મહારાષ્ટ્રમાં પીએમ કિસાન યોજના હેઠળ અયોગ્ય ખેડૂતો પાસેથી ભંડોળની વસૂલી અંગેના બીજા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે 11 માર્ચે લગભગ 78.37 કરોડ રૂપિયા વસૂલ્યા છે.