કેન્દ્ર સરકારે 80 જરૂરી દવાઓને લઈને હાલમાં એક મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં જોઈએ તો, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ 80થી વધારે દવાઓને પ્રાઈસ રેગ્યુલેશન અંતર્ગત લાવી દીધી છે. એટલા માટે માનવામાં આવી રહ્યુ છે કે, આ દવાની કિંમતમાં ઘટાડો થશે. એનપીપીએએ 81 દવાઓની કિંમત નક્કી કરી છે. જેમીં ઓફ-પેટેંટ એન્ટી ડાયાબિટીક ડ્રગ્સ પણ શામેલ છે. આ દવાઓમાં ડાયાબિટીશ, ઈંફેક્શન અને થાયરોઈડ જેવી બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓના નામ શામેલ છે.આપને જણાવી દઈએ કે, પેંટેટ બ્રાન્ડેડ દવાઓની કિંમત કંપનીઓ ખુદ નક્કી કરતી હોય છે, તો વળી જેનેરિક દવાઓની કિંમતને નક્કી કરવામાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. જેનેરિક દવાઓની મનમાની કિંમત નિર્ધારિત નથી કરાતી.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર ડોક્ટર્સ જો દર્દીઓને જેનેરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે તો, વિકસિત દેશોમાં સ્વાસ્થ્ય ખર્ચ 70 ટકા અને વિકાસશીલ દેશોમાં એનાથી પણ વધારે ઓછી થઈ જાય છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ અથોરિટીએ દર્દીઓને પેટેંટ સમાપ્ત થવાનો લાભ આપતા પેટેંટ વગરની ડાયાબિટીસ સહિતની 81 દવાઓની કિંમત નક્કી કરી છે. આપને જણાવી દઈએ કે, જ્યારે કોઈ કંપની બિમારીઓની સારવાર માટે રિસર્ચ બાદ એક સોલ્ટ તૈયાર કરતી હોય છે, જે દવાને રૂપ આપે છે. આ સોલ્ટને દરેક દવા કંપની અલગ અલગ નામોથી વેચતી હોય છે. કોઈ તેને મોંઘા ભાવે વેચતા હોય છે, તો વળી કોઈ સસ્તાભાવે. પણ સોલ્ટનું જેનેરિક નામ સોલ્ટ કંપોઝિશન અને બિમારીને ધ્યાનમાં રાખતા એક વિશેષ સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. કોઈ પણ સોલ્ટનું જેનેરિક નામ સમગ્ર દુનિયામાં એક જ હોય છે. આપને ડોક્ટર્સ જે દવા લખીને આફે છે, તે સોલ્ટની જેનેરિક દવા આપને ખૂબ જ સસ્તી મળી શકે છે. મોંઘી દવા અને તેના સોલ્ટની જેનેરિક દવાની કિંમત ઓછામાં ઓછા પાંચથી દશ ગણા અંતર હોય છે.કેટલીય વાર તો જેનેરિક દવાઓ અને બ્રાંડેડ દવાઓની કિંમતમાં 80-90 ટકા ઓછી હોય છે. એનપીપીએએ દાવો કરતા વોકહાર્ટની ‘ઈંસુલિન હ્યુમન ઈંફેક્શન, 200 આઈયુ/એમએલ’ અને 70 ટકા ‘આઈસોફેન ઈંસુલિન હ્યુમન સસ્પેંશન + 30 ટકા ઈંસુલિન હ્યુમન ઈંજેક્શન 200 આઈયુ/એમએલ’ છૂટક કિંમત 106.65 રૂપિયા પ્રતિ એમએલ (જીએસટી બાદ કરતા) નક્કી કરવામાં આવી છે.