દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારી (The epidemic of corona) થી દેશનાં તમામ ઔધોગિક ક્ષેત્ર (Industrial sector) પર વિપરીત અસર થઈ છે. એમાં એક ક્ષેત્ર રેલ્વે પરિવહન છે. કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ (Railway situation) એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારી (Railway employees) ઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલય (Union Finance Ministry) ને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ સ્ટાફ છે. જણાવી દઈએ કે રેલ્વે સરકારનાં નિયંત્રણ હેઠળ છે છતાં રીટાયર થયેલા કર્મચારીઓને પેંશન (Pensions to employees) રેલ્વે પોતાના ફંડમાંથી આપી રહી છે.
કોરોના વાયરસ (Corona virus) મહામારીનાં લીધે તમામ ટ્રેનોનું સંચાલન રદ્દ કરવામાં આવ્યુ હતુ. થોડાક સમય પહેલાં શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે સ્પેશિયલ ટ્રેનો (Special trains) દોડાવવામાં આવી હતી, પરંતુ તેનાથી રેલ્વેને કોઈ પણ પ્રકારને નફો થયો ન હતો. રેલ્વેનું માનવું છે કે લાંબા સમય સુધી આવી જ પરિસ્થિતિ રહેશે તો આગળ ચાલીને કર્મચારીઓને વેતન (Wages to employees) આપવામાં મુશ્કેલી થશે. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યુ છે કે ગયા વર્ષે પેંશન ફંડમાં 53 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા ન હતા. જેના લીધે રેલ્વેનાં ફંડમાં અંદાજિત 28 હજાર કરોડ રૂપિયાનું નેગેટિવ ક્લોજિંગ બેલેંસ હતુ.
કોરોનાકાળમાં પશ્રિમ બંગાલ (West Bengal) માં ફરીથી લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઘણા સ્પેશિયલ ટ્રેનોનાં સંચાલન પર રોક લગાવવામાં આવી છે. રેલ્વેનાં જણાવ્યા મુજબ, પશ્રિમ બંગાલમાં કોરોનાનાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉન જાહેર કર્યા બાદ સ્પેશિયલ ટ્રેનોને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પૂર્વ રેલ્વેનાં જણાવ્યા મુજબ 28 જુલાઈએ દિલ્હીથી હાવડા જનારી ટ્રેન એક દિવસ બાદ 29 જુલાઈએ ફરી પરત ફરનાર હતી પરંતુ તેને રદ્દ કરવામાં આવી છે. આ રીતે 27 અને 29 જુલાઈએ સિયાલદહ થી અલીપુરદ્વાર સ્પેશિયલ ટ્રેન નંબર 02377ને પણ રદ્દ કરવામાં આવી છે. તે સિવાય રેલ્વેએ જણાવ્યુ છે કે સિયાલદહ થી ભુવનેશ્વર અને ભુવનેશ્વરથી સિયાલદહ ફરીથી પરત થનાર 27 અને 28 જુલાઈની ટ્રેનને રદ્દ કરવામાં આવી છે.