તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક દિલ્હીની મેટ્રો ટ્રેનનો વિડીયો વાયરલ થયો છે જેમાં પ્રેમિ પંખીડા જાહેરમાં ભાન ભૂલ્યા હતા અને બધાની વચ્ચે જ એક બીજાને કિસ કરવા લાગ્યા હતા.
મેટ્રોમાં એક કપલ લિપ લોક કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે મેટ્રોમાં ઘણી ભીડ હોવા છતાં સીટ પર બેસીને આરામથી કિસ કરી રહ્યા હતા. તેમાં સામે બેઠેલા પેસેન્જરે તેમનો વીડિયો બનાવ્યો હતો. વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, અને યુ-ટ્યૂબ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હજારો લોકો અત્યાર સુધી આ વીડિયોને જોઇ ચુક્યા છે. જોકે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે આ વીડિયો કઈ ટ્રેનનો છે. આ પહેલી વાર નથી બન્યું કે કોઈ કપલ મેટ્રોમાં કિસ કરતું જોવા મળ્યું છે. અત્યાર સુધી દેશભરની ઘણી બધી ઘટના સામે આવી ચૂકી છે. થોડા સમય પહેલાં જ દિલ્લી મેટ્રોમાં એક કપલનો વીડિયો વાયરલ થયો હતો.
વીડિયોમાં એક કપલ લિપ લોક કરતાં દેખાયા હતા. જોકે તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હૈદરાબાદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. હૈદરાબાદની મેટ્રોની લિફ્ટમાં એક કપલ અશ્લીલ હરકતો સીસીટીવીમાં ઝડપાયો હતો.