કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરે શનિવારે જણાવ્યું કે, ભાજપના નેતૃત્વ વાળી NDAની સરકારે સાબિત ક્યું છે કે, તેમની પાસે અર્થ વ્યવસ્થાને મેનેજ કરવાની કોઈ યોગ્યતા નથી અને તે નિ:સહાય છે. કોંગ્રેસ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય બજેટ પર કેન્દ્ર સરકારની આલોચના કરતા ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, મોદી સરકાર એવા અસહાય ડૉક્ટર જેવી છે, જે દર્દીના રોગને શોધવામાં અને તેની અસરકારક સારવાર કરવામાં અક્ષમ છે.
પૂર્વ નાણામંત્રીએ જણાવ્યું કે, કુલ મળીને સ્થિતિ એ છે કે, દર્દી ઘણો જ નબળો છે. ડોક્ટરે પોતાને અયોગ્ય સાબિત કરી દીધા છે. ડૉક્ટર દ્વારા બીમારીને ઠીક કરવા માટે આપવામાં આવતી સારવાર પર નિરાશાજનક રીતે ખોટી છે. તેમણે જણાવ્યું કે, પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડૉ અરવિંદ સુબ્રમણ્યમ જેવા લોકો જે આ બીમારીની સારવાર કરી શકતા હતા. તેમને સરકારથી બહાર જવું પડ્યું.