કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી થયેલ બ્રીફિંગમાં મંત્રી અનુરાગ ઠાકૂરે જણાવ્યું કે, ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાનો ઔપચારિક નિર્ણય કેબિનેટે લઈ લીધો છે. જણાવી દઈએ કે આનાથી પહેલા વડાપ્રધાન આની જાહેરાત કરી ચૂક્યા છે. તે ઉપરાંત કેબિનેટ બેઠકમાં અનેક બીજા નિર્ણયો ઉપર પણ મોહર લગાવી છે. જેની જાણકારી કેન્દ્રીય મંત્રી ઠાકૂરે આપી છે.
માર્ચ 2022 સુધી મળશે ફ્રિ રાશન
અનુરાગ ઠાકૂરે જણાવ્યું કે, કોરોના પછી ગરીબોને જે રાશન સરકાર તરફથી આપવામાં આવી રહ્યું હતુ, તેને આગળ વધારી દેવામાં આવ્યું છે.
તેમને કહ્યું- કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે કોવિડ મહામારીના કારણે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના લગભગ 80 કરોડથી વધારે લોકોને પાંચ કિલો ઘઉ અને ચોખા ફ્રિમાં આપવાની યોજના જે માર્ચ 2020થી લઈને અત્યાર સુધી આપવાનું કામ કર્યું છે. તેને ડિસેમ્બરથી લઈને માર્ચ 2022 સુધી વધારે ચાર મહિના માટે વધારી દેવામાં આવી છે.
4 મહિના કેમ વધારવામાં આવી સ્કીમ?
જણાવી દઈએ કે પહેલા સરકાર તરફથી કહેવામાં આવ્યું હતુ કે 30 નવેમ્બર પછી વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને મળનાર ફ્રિ અનાજ બંધ કરી દેવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય ખાદ્ય સચિવ તરફથી જાણકારી આપવામાં આવી હતી. આ નિર્ણય પચી સરકારની ખુબ જ ટીકા થઈ હતી. વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ગરીબો માટે સરકારે એવું શું કરશે, જે ફ્રિ રાશન આપવાનું બંધ કરી રહી છે.
પરંતુ હવે સરકાર આ યોજના આગળ વધારવાનું નિર્ણય કર્યો છે. આગામી કેટલાક મહિનાઓમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારે હવે સ્કિમને આગળ વધારવાનો નિર્ણય તેને જોતા જ કર્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકૂરે ત્રણ કૃષિ કાયદાઓને લઈને વાત કરતાં કહ્યું કે, આજે કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાઓને ઔપચારિક રૂપથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. આગામી સપ્તાહમાં પાર્લામેન્ટની કાર્યવાહી શરૂ થશે, ત્યાં પર બંને ગૃહોમાં કૃષિ કાયદાઓને પરત લેવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.