મહારાષ્ટ્રના લોનાર તળાવના પાણીનો રંગ રાતોરાત બદલાઈને ગુલાબી થઈ જતા લોક અચરજ પામ્ચા છે. નેચર લવર, વૈજ્ઞાનિકો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. લોનાર તળાવ મુંબઈથી 500 કમી દૂર બુલઢાણા જિલ્લામાં આવેલું છે. જે પ્રવાસીઓમાં પણ લોકપ્રિય છે.
આ તળાવનું નિમાર્ણ 50,000 વર્ષ પહેલા થયું હોવાની લોકોની માન્યતા છે. આ ઘટના બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકોને આ તળાવમાં થયેલા ફેરફારનું કારણ જાણવામાં રસ પડ્યો છે.