નાગરિકતા સંશોધન એક્ટ, નેશનલ રજિસ્ટર ફોર સિટિજન અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પર દેશમાં ચાલી રહેલા ગરમ ચર્ચા વચ્ચે મોદી સરકારે વસ્તી ગણતરી 2021 પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર તરફથી નવું ગેજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવેલા કુલ 31 પ્રશ્નોની લિસ્ટ પણ સામેલ છે. વસ્તી ગણતરી દરમિયાન સામાન્ય લોકોને કુલ 31 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં ઘર, વ્યક્તિગત જાણકારીથી લઇને ત્યાં સુધી પૂછવામાં આવશે કો તમે કયું અનાજ આરોગો છો?
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા આદેશ તે બધા અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે, જે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સામેલ થશે. જેમાં ઘરમાં કયુ ટીવી છે, પીવાનું પાણી છે કે નહીં, કોમ્પ્યુટર-લેપટોપ છે કે નથી સહિત 31 પ્રશ્ન પૂછવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, દર દસ વર્ષમાં એક વખત વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને હવે 2021માં થઇ રહી છે. આ વસ્તી ગણતરી માટે મોદી સરકાર તરફથી બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. પાછલા દિવસોમાં મોદી કેબિનેટમાં વસ્તી ગણતરી 2021માં 8000 કરોડથી વધારે બજેટ પસાર કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લિસ્ટ
CAA અને NRC પર બબાલ ચાલુ છે
જણાવી દઇએ કે, નાગરિકતા સાથે જોડાયેલ એક મુદ્દા પર હાલના દિવસો પર વિવાદ ચાલું છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ નાગરિકતા સંશોદન એક્ટ વિરૂદ્ધ પાછલા કેટલાક દિવસોથી દેશના કેટલાક હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. વિપક્ષથી લઇને સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓ સુધી રસ્તાઓ પર છે અને કેન્દ્રના આ કાનૂનને સંવિધાન વિરોધ, અલ્પસંખ્યક વિરોધી કરાર આપ્યા છે.
CAA અનુસાર, બાંગ્લેદશ-અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી આવનાર હિન્દુ, જૈન, બોદ્ધ, સિખ, ઈસાઈ અને પારસી શર્ણાર્થીઓને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. આ લિસ્ટમાં મુસ્લિમ સમુદાયના લોકોના નામ સામેલ ના કરવાના કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત દેશભરમાં એનઆરસી લાગૂ કરવા પર પણ રોષ ચાલી રહ્યો છે જેમાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, દેશને ધર્મના આધાર પર વહેંચવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.