1 ઓક્ટોબરથી ભારતમાં 7 મોટા નિયમોમાં ફેરફાર થવાના છે. આ ફેરફારનો તમારી લાઈફ ઉપર સીધો પ્રભાવ પડી શકે છે. આ નવા નિયમોથી જ્યાં એક બાજુ તમને રાહત મળશે, બીજી બાજુ તમને આર્થિક નુકશાન થઈ શકે છે. તેમાં રસોઈ ગેસ સિલિન્ડરનો ભાવ, લોન, પેન્શન, જીએસટી કાઉન્સિલનો નિર્ણય, ડ્રાઈવિંગ લાઈસન્સ, હોટેલનું ભાડું વગેરે સામેલ છે.
રસોઈ ગેસની કિંમતમાં ફેરફાર
સરકાર 1 ઓક્ટોબરથી રસોઈ ગેસમાં ફેરફાર કરશે. ગયા મહિને સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 15.50 રૂપિયાનો વધારો કર્યો હતો. પાટનગર દિલ્હીમાં તેની કિંમત 590 પહોંચી ગઈ છે. તે સિવાય એવિએશન ટર્બાઈન ફ્યૂલ (ATF) એટલે વિમાન ઈંધણની કિંમતોમાં પણ ફેરફાર થશે.
કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનના નિયમમાં ફેરફાર
સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળના પેન્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે. વર્તમાન નિયમો અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓની સેવાને 7 વર્ષ પૂરા થાય તો તેમની મૃત્યુ પછી તેના પરિવારવાળાને છેલ્લા વેતનના 50 ટકા પેન્શન મળે છે. ફેરફાર પછી જો કર્મચારીએ સેવાના 7 વર્ષ પૂરા ન કર્યા તો પણ તેમના પરિવાર પેન્શન મેળવવાના હકદાર રહેશે.
ડીએલ-આરસીમાં પણ ફેરફાર
હવે સમગ્ર દેશમાં ડીએલ અને આરસીનો રંગ-રૂપ બદલવા જઈ રહ્યું છે. 1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં ડીએલ અને ગાડીના નોંધણીનો પુરાવા પત્રનો રંગ, લુક, ડિઝાઈન અને સુરક્ષા ફીચર એક જેવા હશે. સ્માર્ટ ડીએલ અને આરસીમાં માઈક્રોચિપ અને ક્યૂઆર કોડ હશે, જેથી અગાઉનું રિકોર્ડ છુપાવી શકાય નહી. ક્યૂઆર કોડ રીડ કરવા માટે ટ્રાફિક પોલીસને હેન્ડી ટ્રેકિંગ ડિવાઈસ આપવામાં આવશે. હવે દરેક રાજ્યમાં ડીએલ, આરસીનો કલર એક જેવો હશે અને તેની પ્રિંટિંગ પણ એક જેવી હશે. તે સિવાય ડીએલ અને આરસીમાં જાણકારી પણ એક જેવી અને એક જ જગ્યા પર આપવામાં આવશે. ફેરફારની સાથે સરકાર બધા જ વાહનો અને ચાલકોનું ઓનલાઈન ડેટાબેઝ પણ તૈયાર કરશે.
સસ્તી થશે હોમ- ઓટો લોન
આરબીઆઈના રેપો રેટમાં ઘટાડોનું લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે એસબીઆઈએ 1 ઓક્ટોબરથી લોનની વ્યાજ દરોમાં રેપો રેટ જોડવાનું નિર્ણય કર્યુ છે. જેથી ગ્રાહકોને લગભગ 0.30 ટકા સુધી સસ્તા દરે હોમ અને ઓટો લોન મળશે. એસબીઆઈ સિવાય યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, ઈન્ડિયન બેન્ક, ખાનગી ક્ષેત્રના ફેડરલ બેન્કે પણ 1 ઓક્ટોબરથી પોતાની છૂટક લોનની વ્યાજ દરોને રેપોથી જોડવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી એમસીએલઆર પર આધારિત વ્યાજ દરથી લોન આપે છે.
ઓછું થશે હોટેલનું ભાડું
જીએસટી કાઉન્સિલે હોટેલના ભાડામાં ઘટાડા કરવાના નિર્ણય લીધું હતું. નવા નિયમો 1 ઓખ્ટોબરથી લાગૂ થશે. 7500 રૂપિયા અને તેનાથી વધારે ભાડા વાળા રૂમ પર અત્યાર સુધી 18 ટકા ટેક્સ હશે. અગાઉ આ દર 28 હતો. 1001 રૂપિયાથી 7500 રૂપિયા સુધીના ભાડાવાળા હોટેલના રૂમનો દર 12 ટકા હશે. 1000 રૂપિયા સુધી ભાડા પર કોઈ જીએસટી પણ પ્રકારનો જીએસટી આપવું નહી પડે.
મિનિમમ બેલેન્સમાં 80 ટકા રાહત
એસબીઆઈ 1 ઓક્ટોબરથી મેટ્રો શહેરના ગ્રાહકો માટે મંથલી મિનિમમ બેલેન્સની રકમ ઘટાડીને 3000 રૂપિયા કરી દેશે, જે હાલ 5000 રૂપિયા છે. તે સિવાય બીજા શહેરી વિસ્તારોના ગ્રાહકોને મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જ ઓછું કરી દેવામાં આવ્યુ છે.
જીએસટી રિટર્નનું નવું ફોર્મ લાગૂ
વર્ષના 5 કરોડથી વધારે ટર્ન ઓવર કરનાર વેપારી માટે જીએસટી રિટર્નનો ફોર્મ 1 ઓટ્ટોબરથી બદલી જશે. આવા વેપારીઓને ફરજિયાત પણ જીએસટી એએનએક્સ-1 ફોર્મ ભરવું પડશે, જે જીએસટીઆર-1ની જગ્યા લેશે. નાના વેપારીઓ માટે આ ફોર્મ જાન્યુઆરી 2020થી ફરજિયાત બનાવવામાં આવશે. મોટા કરદાતા હાલમાં ઓક્ટોબર અને નવેમ્બર માટે જીએસટીઆર-3B ફોર્મ ભરવાનું રહેશે.