કચ્છે બાગાયતી પાક ક્ષેત્રે કાઠું કાઢયું છે. છેલ્લા બે દાયકાથી કચ્છની કેસર કેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત બની છે, તેમજ દર વર્ષે દેશ- વિદેશમાં વધુ માંગ હોય છે. ત્યારે આ વખતે વાવેતરના વધારા ઉપરાંત હજી સુાધી કોઈ કુદરતની મોટી થપાટ ન પડતા કેરીનું બમ્પર ઉત્પાદન થવાની આશા છે. મળતી માહિતી મુજબ કચ્છમાં ગત વર્ષે ૧૦,૨૦૯ હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે તેની સામે ૬૧૨૫૪ મેટ્રીકટન ઉત્પાદન નોંધાયું હતું. જો કે, ગત વર્ષે કોરોનાની લહેરના કારણે કિસાનોને ઓછા ભાવ ઉપરાંત બહારનું બજાર ન મળતા ભારે નુકશાન સહન કરવું પડયું હતું. આ વખતે પણ વાયરસ વાધતા લોકડાઉન લંબાશે તથી અન્ય શહેરો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાહન વ્યવહાર પર પાંબદી આવશે તો કચ્છના ખેડૂતોનો માલ અટવાઈ જશે તેવી દહેશત છે.ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે જિલ્લામાં વાવેતર વિસ્તાર વધ્યો છે. આ વખતે ૧૨૭૫૬ હેક્ટરમાં વાવેતર નોંધાતા ઉત્પાદન પણ ૭૫૫૪૧ મેટ્રીક ટન થવાની આશા બાગાયત ખાતાએ બાંધી છે. આ અંગે બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારસુધી વાતાવરણ પાકના તરફેણમાં રહ્યુ છે. આવનારા દિવસોમાં જો કોઈ મુસીબત ન થાય તો બમ્પર ઉત્પાદન થશે. ભાવમાં પણ આ વખતે કિસાનોને વધારો મળશે. ગત વર્ષ કરતા રૃ.૧૦ થી ૧૫નો વધારો મળી શખે છે. એટલે કે પ્રતિ કિલો ૪૦ થી ૬૦નો ભાવ બજારમાં મળશે. બીજીતરફ કોરોનાકાળના કારણે નિકાસને અસર થશે તેવું ઉમેર્યું હતું. તો બીજીતરફ બે દાયકાથી કેરીની ખેતી કરતા મઉંના કિસાન બટુકસિંહે જાડેજાએ જણાવ્યું હતું કે, વચ્ચે હવામાન સારૂ રહેતા ૧૨૦ ટકા ફલાવરીંગ થતા કિસાનો ખુશ થઈ ગયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં રાતના ઝાકળ બહુ થતી હોવાથી જીવાતનો ઉપદ્રવ પ્રથમવાર જોવા મળ્યો છે.
