હાલમાં ચાલી રહેલા બેકિંગ સેક્ટરમાં ગ્રાહકોને ફ્રોડથી બચવા માટે ઘણા નિર્ણય લેવામાં આવ્યા છે. તેને પગલે બે વર્ષ પહેલા કેન્દ્રીય બેંક RBIએ બેંકોના ATM કાર્ડમાં બદલાવ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ બેંકોએ ગ્રાહકોના ATM કાર્ડને બદવાનું શરૂ કર્યું હતું. જો કે, ઘણા ગ્રાહકો છે જેના જુના ATM કાર્ડ બદલ્યા નથી. 31 જાન્યુઆરી બાદ આ લોકોની મુશ્કેલીઓ વધી જશે.
ઈન્ડિયા પોસ્ટ એટલે કે, ભારતીય પોસ્ટે પોતાના ગ્રાહકોને જરૂરી અલર્ટ જાહેર કરી છે. આ અલર્ટમાં બચત ખાતાધારકો સાથે પોતાના મોબાઈલ નંબર અપડેટ કરવા અને 31 જાન્યુઆરી સુધી જુના ATM કાર્ડને નવા EMV ચિપ આધારિત કાર્ડ બદવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતીય પોસ્ટ અનુસાર 31 જાન્યુઆરી બાદ જુના એટીએમ કાર્ડ બંધ થઈ શકે છે. એવામાં જો તમારી પાસે ભારતીય પોસ્ટના જુના ઓટીએમ કાર્ડ છે તે નજીકની બ્રાન્ચે જઈને બદલી શકો છો.
ત્યાર બાદ નવા કાર્ડ જાહેર કરવામાં આવશે. ગ્રાહકોને આ એટીએમ કાર્ડ કોઈ પણ ચાર્જ ચુકવ્યા વીના આપવામાં આવશે.સાથે ભારતીય પોસ્ટની બ્રાન્ચ માંથી 31 જાન્યુઆરી સુધી મોબાઈલ નંબર પણ અપડેટ કરવો જરૂરી છે.
જણાવી દઈએ કે પોસ્ટ વિભાગ દેશ ભરમાં પોતાના ગ્રાહકના બચત બેક ખાતની સુવિધા ઉપલબ્ધ કરવે છે ન્યૂનતમ 500 રૂપિયા જમાં કરવા પર આ ખાતુ વામાં આવી શકે છે. નોન-ચેક સુવિધા વાળા બચત ખાતુ ખાલી 20 રૂપિયામાં ખુલી શકે છે. આ બચત ખાતુ દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ટ્રન્સફર કરવામાં આવી શકે છે.