ભારતની સૌથી જૂની બેંકોની યાદીમાં સામેલ ત્રણ સરકારી બેંકોનુ અસ્તિત્વ નવા વર્ષે સંપૂર્ણ રીતે સમાપ્ત થઇ જશે. એવામાં આ બેંકોમાં જે લોકોનું ખાતુ છે, તેવા ખાતેદારોએ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અમે બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકની વાત કરી રહ્યાં છે. ખરેખર, નાણાં મંત્રાલયે આ ત્રણેય બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ ત્રણ બેંકોના મર્જરથી એક નવી બેંક બનાવવામાં આવશે.
નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ તમારે વધુ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમારું એકાઉન્ટ બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકમાં છે તો તમારે ફરીથી પોતાનુ ખાતુ ખોલાવવુ પડશે. ખાતુ ખોલવા માટે તમારે ફરીથી કેવાઈસીની પ્રક્રિયાને પૂર્ણ કરવી પડશે. ત્યારબાદ તમને નવી ચેકબુક, એટીએમ કાર્ડ અને પાસબુક મળશે. ફક્ત ગ્રાહકો માટે નહીં, પરંતુ મર્જર બાદ બેંકને પણ પરેશાની વધી જશે. બેંકનુ પેપરવર્ક વધી જશે.
આ ત્રણ બેંકોના મર્જર બાદ જે બેંક અસ્તિત્વમાં આવશે, તે એસબીઆઈ (SBI) અને આઈસીઆઈસીઆઈ બેંક (ICICI) બાદ દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે. ત્રણ બેંકોના ગ્રાહકોની જમા રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. દેશમાં જે પાંચ મોટી બેંક છે, તેમાં એસબીઆઈ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સામેલ છે. આ બેંકોમાં એસબીઆઈમાં અત્યારે સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકનું મર્જર થઇ ગયુ છે.