મધ્યમવર્ગને ખુશ કરવા માટે મોદી સરકારે બજેટમાં આવકવેરો ભરવાની મર્યાદા વધારીને પાંચ લાખ રુપિયા કરી નાંખી છે.તેની સાથે એક એલાન એવુ પણ છે જેનાથી પણ લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.આ જાહેરાત ફિક્સ્ડ ડિપોઝીટને લગતી છે.ભારતમાં એફડી કરાવનારાઓની સંખ્યા ઘણી વધારે છે.મોટાભાગના લોકો ફ્યુચર પ્લાનના ભાગરુપે એફડી પર આધાર રાખતા હોય છે.
પિયુષ ગોયલે બજેટમાં આ બાબતનુ ધ્યાન રાખીને એફડી પર મળતા 40000 રુપિયા સુધીના વ્યાજને પણ ટેક્સ ફ્રી કરી નાંખ્યુ છે.અત્યાર સુધી 10000 રુપિયા સુધીના વ્યાજ પર જ ટેક્સમાં છુટ મળતી હતી. ફિક્સડ ડિપોઝીટના વ્યાજમાં ટેક્સ પરની છુટ મધ્યમવર્ગ માટે આવક પર ટેક્સની છુટ જેટલી જ ફાયદા કારક સાબીત થઈ શકે છે.
આ બંને એલાન મોદી સરકાર માટે આગામી ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થાય તો નવાઈ નહી હોય તેવુ નિષ્ણાતોનુ કહેવુ છે.