ભારતીય પ્રવાસીઓને વધુમાં વધુ સ્વિત્ઝરલેન્ડ પ્રત્યે આકર્ષી શકાય તે હેતુથી પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વિત્ઝરલેન્ડની વાત આવે એટલે રોમેન્ટિક દેશ અને ધરતીનું ચિત્ર સામે આવી જાય. આ દેશની સુંદરતા મોટા ભાગના લોકોએ માત્ર ટી.વી ચેનલ્સમાં જોઈ છે. ત્યારે હવે સ્વિત્ઝરલેન્ડ ટુરિઝમ અલગ સુવિધાઓ અને પેકેજ આપીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સ્વિત્ઝરલેન્ડ ટુરિઝમના ડેપ્યુટી ડિરેકટર રીતુ શર્માએ જણાવ્યું હતું કે ભારતીય પરિવારો સ્વિત્ઝરલેન્ડમાં જવું પસંદ કરે છે. જેમાં વર્ષ 2018માં પ્રવાસીઓની સંખ્યા 8 લાખ 09 હજાર 940 થઈ હતી. ત્યારે 2019ના વર્ષમાં વધારેમાં વધારે પ્રવાસીઓ આવશે. તેવી આશા મળી રહી છે. આ વખતે સ્વિત્ઝરલેન્ડ ટુરિઝમ દ્વારા મુંબઇ, નવી દિલ્હી, બેંગલુરૂ, અમદાવાદ,ચેન્નાઇ જેવા શહેરોમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.