નવું વર્ષ તેની નવી આશાઓ સાથે દસ્તક આપી રહ્યુ છે. દરેક વ્યક્તિના અરમાન હોય કે તેનું આગામી વર્ષ ખુબજ હર્ષોલ્લાસ અને ખુશીઓ સાથે પસાર થાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોકાણ કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. કેમકે આગામી વર્ષે આ રાશિના જાતકો રોકાણ કરશે તો તેને થવાનું છે ખુબજ મોટું નુકસાન. આઓ જાણીએ વિસ્તારથી આ અંગે.કર્ક રાશિના જાતકોએ આ વર્ષે રોકાણ કરવું જોઈએ નહી. ખાસ કરીને જાન્યુઆરીમાં રોકાણ ન કરશો કેમકે આ સમય તમારી આર્થિક પ્રગતિ થોડી અટકી પડશે અને ફાયદો થવાના બદલે તમને મોટું નુકસાન થાય તેવી શક્યતા છે. કર્ક રાશિ માટે આ વર્ષે ભારે ઉથલ-પાથલ રહેશે.
આ વર્ષે તમારી આવક તો વધશે જ સાથે સાથે અણધાર્યા ખરચા આવી પડશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ આવી જશે. તબિયતને ખાસ સંભાળજો.
આ રાશિનો સ્વામી ચંદ્રમા છે. રાશિચક્રમાં આનું સ્થાન ચોથું છે. આ રાશિના જાતકોનું મન ખુબજ ચંચળ હોય છે. આથી તેમના વિચારોમાં પણ ચંચળતા રહે છે. પોતાના પર સંઘર્ષ આવે ત્યારે તેમાંથી બચવાના રસ્તાઓ શોધ્યા કરતા હોય છે. આ રાશિના જાતકોને સ્વંતત્રતા પસંદ છે. જો કે તેઓ જીવનમાં ખુબજ અનિયમિત હોય છે. આ રાશિ પર ગુરૂની મહેરબાની હોય છે. સંસ્થા કે સામાજીક કાર્યો પર જવાબદારી તેમના ખભે રહેતી હોય છે.