પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગરમાવાની સ્થિતિ છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દેશમાં વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષના નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં મમતા બેનર્જીએ લોકશાહીને બચાવવા માટે વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી છે.નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારનો અંત થયા બાદ ટીએમસી પ્રમુખે 15 જેટલા બિનભાજપી નેતાઓને વ્યક્તિગત રીતે આ પત્ર લખ્યો છે. મમતા પત્રમાં લખ્યું કે,‘લોકશાહી અને બંધારણ પર ભાજપ દ્વારા કરાતા હુમલાઓ સામે એક થવાનો સમય આવી ગયો છે. બિનભાજપ શાસિત રાજ્યોમાં ગવર્નર ઓફિસોનો દુરુપયોગ કરાય છે. દિલ્હીમાં પણ કેન્દ્રએ ઉપરાજ્યપાલને અઘોષિત વાઈસરૉય જાહેર કરી દીધા છે, જે મોદી-શાહ માટે પ્રોક્સી તરીકે કામ કરે છે.
