નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડિસેમ્બર ૨૦૧૯થી જૂન ૨૦૨૦ સુધીમાં લેવાનાર ૧૬ સ્પર્ધાત્મક પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેઈઈ-મેઈનની પ્રથમ ટેસ્ટ ૬ થી ૧૧ જાન્યુઆરી,૨૦૨૦ દરમિયાન લેવાશે. જેનું રજિસ્ટ્રેશન ૨ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમિયાન થશે. એડમિટ કાર્ડ ૬, ડિસેમ્બરે ડાઉનલોડ કરી શકાશે.
યુજીસી-નેટ ડિસેમ્બર માસની ટેસ્ટ ૨થી ૬ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ લેવાશે. જેનું રજિસ્ટ્રેશન ૯ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર, ૨૦૧૯ સુધી થઈ શકશે.
એડમિટ કાર્ડ ૯, નવેમ્બર, ૨૦૧૯એ ડાઉનલોડ થઈ શકશે. રિઝલ્ટ ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૯એ જાહેર થશે. બીજી જૂન માસની ટેસ્ટ ૧૫ થી ૨૦ જૂન, ૨૦૨૦ સુધી લેવાશે. ૧૫મી મેના રોજ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. રજિસ્ટ્રેશન ૧૬ માર્ચથી ૧૬ એપ્રિલ, ૨૦૨૦ સુધી થઈ શકશે.
રિઝલ્ટ ૫મી જુલાઈના રોજ જાહેર થશે. ફાર્મસીમાં પ્રવેશ માટેની ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટયૂડ ટેસ્ટ ‘જી-પેટ’ ૨૪, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ લેવાશે. રજિસ્ટ્રેશન ૧ થી ૩૦ નવેમ્બર, ૨૦૧૯ સુધી થઈ શકશે. એડમિટકાર્ડ ૨૪મી ડિસેમ્બર, ૨૦૧૯એ ડાઉનલોડ થઈ શકશે.