હિન્દી દિવસ(Hindi Diwas) દર વર્ષે 14 સપ્ટેમ્બર (14 September)ના રોજ મનાવાય છે. માત્ર ભારત(India) જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હિન્દી ભાષા(Hindi Language) બોલનારા લોકો વસે છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા (National Language) છે. દુનિયાની ભાષાઓનો ઈતિહાસ રાખતી સંસ્થા એથ્નોલોગ (Ethnologue) અનુસાર હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. 14 સપ્ટેમ્બર, 1949ના રોજ સંવિધાન સભાએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે, ભારતની ‘રાષ્ટ્રભાષા’ હિન્દી રહેશે.
આ નિર્ણય લેવાયા પછી દરેક ક્ષેત્રમાં પ્રસારિત કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર વર્ષ 1953થી સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બરના દિવસને દર વર્ષે ‘હિન્દી દિવસ’ (Hindi Diwas) તરીકે મનાવવાની શરૂઆત થઈ હતી.
હિન્દી દિવસનો ઈતિહાસ(History)
ભારત વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ભાષાઓનો દેશ છે. ભારતમાં દુનિયામાં સૌથી વધુ ભાષાઓ બોલવામાં આવે છે. ભારતના દરેક રાજ્યની પોતાની જુદી સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક ઓળખ છે. તેમ છતાં હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. આ કારણે જ મહાત્મા ગાંધીએ હિન્દીને જનમાનસની ભાષા કહી હતી. તેમણે 1918માં આયોજિત હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે જણાવ્યું હતું.
હિન્દી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો
– હિન્દી વિશ્વમાં ચોથી એવી ભાષા છે, જેને સૌથી વધુ લોકો બોલે છે. તાજેતરના આંકડા અનુસાર ભારતમાં 43.63 ટકા લોકો હિન્દી ભાષા બોલે છે, જ્યારે 2001માં આ આંકડો 41.3 ટકા હતો. એ સમયે હિન્દી બોલનારા લોકોની સંખ્યા 42 કરોડ હતી. છેલ્લી વસતી ગણતરીના આંકડા અનુસાર 2001થી 2011 વચ્ચે હિન્દી બોલનારા લોકોની સંખ્યામાં 10 કરોડનો વધારો થયો છે.
– આજે તમામ વિદેશી કંપનીઓ પણ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપી રહી છે. દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન અંગ્રેજી ઉપરાંત હવે ભારતની હિન્દી ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાને મહત્વ આપી રહ્યું છે. તાજેતરમાં જ ઈ-કોમર્સ સાઈટ અમેઝન ઈન્ડિયાએ પોતાની હિન્દી એપ લોન્ચ કરી છે. OLX, Quiker જેવા પ્લેટફોર્મ પહેલાથી જ હિન્દીમાં ઉપલબ્ધ છે. સ્નેપડીલ પણ હિન્દીમાં વિકલ્પ આપે છે.
– ઈન્ટરનેટના પ્રસારથી જો કોઈ ભાષાને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે હિન્દી ભાષા છે. 2016માં ડિજિટલ માધ્યમમાં હિન્દી સમાચાર વાંચનારા લોકોની સંખ્યા 5.5 કરોડ હતી, જે 2021માં 14.4 કરોડ થવાનું અનુમાન છે