ઇન્ટરનેશનલ મેગેઝીન કોંડે નેસ્ટ ટ્રાવેલરે રિડર્સ ચોઇઝ એવોર્ડસ-2019ની જાહેરાત કરી હતી જેમાં બેસ્ટ હોટલ્સ ઇન ધ વર્લ્ડની શ્રેણી રાખવામા આવી હતી.17 હોટેલ્સની બેસ્ટ હોટેલ્સ તરીકે પસંદગી થઇ હતી તેમાં ટોપ-10માં ઉદેપુરની તાજ લેક પેલેસ ત્રીજા ક્રમે જયારે જયપુરની રામબાગ પેલેસને 7મો ક્રમ મળ્યો હતો. જયારે ટોપ- 17માં બિસનગઢની અલીલી કિલાને 11મો નંબર મળ્યો હતોહતો
કોન્ડે નેસ્ટ ટ્રાવેલર રિડર્સ એવોર્ડ 2019 યુએસ અને યુકેના વાર્ષિક સર્વેક્ષણ પુર આધારિત છે.દુનિયાભરના 6 લાખ વાચકોએ પોતાની પસંદગીની હોટેલ્સ માટે વોટ અને રેટીંગ આપ્યું હતું.ઉદેપુરની તાજ પેલેસ હોટેલને દેશ વિદેશના પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે.આ હોટેલમાં મહારાજા અને મહારાણીના રાજવી યુગની પ્રતિતિના દર્શન થાય છે.