ભારત અને અમેરિકાની વચ્ચે જલ્દી વેપાર વધવાની સંભાવના છે. વિદેશમંત્રી એસ.જયશંકરના જણાવ્યા અનુસાર, બન્ને દેશો વચ્ચે વેપારની વાતચીતો આગળ વધી રહી છે અને જલ્દી અનેક સમજૂતિઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે. વૉશિંગ્ટન ડીસીમાં સોમવારે પોતાના અમેરિકા સમકક્ષ માઈકલ પોમ્પિઓ સાથે મુલાકાત બાદ જયશંકરે આ માહિતી આપી હતી.
બન્ને દેશોના વિદેશ મંત્રીઓની વચ્ચે લાંબા સમય સુધી બેઠક ચાલી હતી. જેમાં વેપાર અંગે પણ ચર્ચા ચાલી હતી. બે દિવસ પહેલા જ PM મોદી પોતાના એક અઠવાડિયાની અમેરિકા યાત્રા પૂર્ણ કરી ભારત પરત ફર્યા છે. એસ.જયશંકર સોમવારે પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે, વેપાર સંબંધિત મુદ્દા પર વાતચીત થઈ છે. જલ્દી બન્ને દેશોની વચ્ચે વેપારના કરાર થઈ શકે છે.
પોતાની પહેલી અમેરિકા યાત્રા પર ગયેલા એસ.જયશંકરે વધુમાં જણાવ્યું કે, બન્ને દેશ વેપાર મુદ્દે આગળ વધશે અને જલ્દી અડચણો દૂર થશે. અમારી વન્ને વચ્ચે અડચણોને દૂર કરવા અંગે લાંબી ચર્ચા ચાલી હતી.
4 મહિનામાં ચોથી બેઠક
ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને તેમની સમકક્ષ માઈક પોમ્પિયોની વચ્ચે પાછલા 4 મહિનામાં આ ચોથી બેઠક છે આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે વેપારની લઈને વાતચીત ખૂબ આગળ વધી છે અને અડચણો દૂર થવાની આશા જન્મી છે.
ટ્રમ્પના નિર્ણયથી અંતર વધ્યું
બન્ને દેશોની વચ્ચે વેપારમાં આ વર્ષે જૂનમાં ખૂબ અંતર આવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે વેપારનો વિશેષાધિકારનો દરજ્જો છીનવી લીધો હતો. જેના જવાબમાં ભારતે સફરજન અને બદામ સહિત 28 વસ્તુઓ પર ટૈરિફ વધારી દીધો હતો. ભારતની માંગ છે કે, અમેરિકા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાગેલી જંગી ડ્યૂટીઓછી કરે અને પ્રાથમિકતા સિસ્ટમ અંતર્ગત છૂટ આપે.