10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ દાવો કર્યો છે કે, 8 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં 25 કરોડ લોકો સામેલ થશે. સરકારની જનવિરોધી નીતિઓ વિરૂદ્ધ હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. ટ્રેડ યુનિયનો ઈન્ટક, એટક, HMS, CITU, AEEUTUC, TUC, SEWA, AICCTU, LPF, UTUC સહિત વિભિન્ન સંઘો અને ફેડરેશનોએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં 8 જાન્યુઆરી, 2020ના હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી.
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, 8 જાન્યુઆરીએ હડતાળમાં અમે ઓછામાં ઓછા 25 કરોડ લોકો ભાગ લે તેવી આશા રાખી રહ્યાં છીએ. જે બાદ અને આવા અનેક પગલા ઉઠાવીશું અને સરકારના જનવિરોધી નીતિઓ પરત ખેંચવા માટે માંગ કરીશું.
આ નિવેદનમાં કહેવાયું છે કે, શ્રમ મંત્રાલય અત્યાર સુધી મજૂરોને તેમની કોઈ પણ માંગ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. શ્રમ મંત્રાલયે 2 જાન્યુઆરી, 2020ના બેઠક બોલાવી હતી. વિદ્યાર્થીઓના 60 સંગઠનો ઉપરાંત કેટલીક યુનિવર્સિટીના પદાધિકારીઓ પર હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. તેમને એજન્ડા વધેલી ફી અને શૈક્ષણિક સંસ્થાઓના ખાનગીકરણનો વિરોધ કરવાનો છે.