હાલમાં શહેરમાં ટ્રાફિક નિયમોનું કડકપણે અમલવારી શરુ થઇ છે. ત્યારે ચાલકો પણ ટ્રાફિક સિગ્નલ અને નિયમનું પાલન કરી રહ્યા છે. પરંતુ શહેરમાં 60 ટકા જેટલા સિગ્નલોમાં ખામી સર્જાય હોય કે કોઇ કારણસર બંધ જોવા મળતા હોય છે. અમુક સિગ્નલોમાં રેડ અને ગ્રીન લાઇટ સાથે ચાલુ હોવાથી ચાલકો મૂંઝવણમાં મુકાઇ જતા હોય છે. તેને લઇને ટ્રાફિક પોલીસે વોટ્સએપ અને ફરિયાદ નંબર બહાર પાડયો છે.
શહેરમાં મોટાભાગના સિગ્નલોમાં ખામી થવાથી બંધ થઇ ગયા છે. અમુક વખત ટ્રાફિક સિગ્નલ પર રેડ અને ગ્રીન લાઇટ એક સાથે ચાલુ જોવા મળતી હોય છે. આ લાઇટમાં ખામી હોવાને કારણે વાહનચાલકો મૂંઝવણમાં મુકાઇ જતા હોય છે. અને તેમને ખબર નથી પડતી કે આગળ જવું કે ન જવું.
જો આગળ જાય તો ઇમેમો આવી જવાનો પણ ચાલકોને ડર રહેતો હોય છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોય કે ખામી દેખાતી હોય તો અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.
આ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસે વોટ્સએપ 7433878727 અને ફરિયાદ નંબર 07926635688 નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તેવું ટ્વિટ કરીને માહિતી આપી છે. જેના પર ચાલકો ફોટા મોકલીને અથવા ફોન કરીને ટ્રાફિક પોલીસને માહિતી આપી શકાશે. આઅંગે ડિસીપી તેજસ પટેલે જણાવ્યુ હતુ કે સિગ્નલ બંધ હોય કે ખામી થઇ હોય તેવી જગ્યાએ ઇમેમો આવશે નહીં.