જનતા કર્ફયુને ધ્યાનમાં લેતા ભારતીય રેલવેએ નિર્ણય કર્યો છે કે, 21 માર્ચે મધરાત્રીથી 22 માર્ચ રાત્રે 10 વાગ્યા વચ્ચે ચાલનારી પેસેન્જર ટ્રેનોની અવર-જવર પર રોક લગાવવામાં આવી છે. જોકે, 22 માર્ચે 7 વાગે ઉપડનારી પેસેન્જર ટ્રેનોને ડેસ્ટિનેશન સુધી જવાની અનુમતિ હશે.
દેશમાં કોરોના વાઈરસના વધતા કેસ અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી વડાપ્રધાને ગુરુવારે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે રવિવારે એટલે કે 22 માર્ચના સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. તે જનતા માટે, જનતા દ્વારા જાતે જ લગાવવામાં આવેલ કર્ફ્યુ હશે. તેમણે જણાવ્યુ હતુ કે, આ 14 કલાક દરમિયાન કોઈ વ્યક્તિ તેમના ઘરની બહાર નહીં નિકળે
વડાપ્રધાન મોદીએ સામાજીક રીતે અંતર રાખવાની વાત પર ભાર મુકતા જણાવ્યુ હતુ કે, આપણે દેશવાસીઓ આગામી કેટલાક સપ્તાહ સુધી ખૂબ જરૂરી ન હોય તો સાવચેતી રાખવી જરૂરી છે. 60 થી 65 વર્ષ અથવા તે ઉપરના ઉંમરના વૃદ્ધો ઘરમાં જ રહે. તેમણે એનસીસી, સ્પોર્ટ્સ સંગઠનો અને સામાજીક-સાંસ્કૃત્તિક સંસ્થાઓને પણ જાગૃત બનવા અપીલ કરી છે.