વલસાડના ઉમરગામમાં વિકાસ કામોના લોકાર્પણ દરમ્યાન આદિજાતિ વન પ્રધાન રમણ પાટકર ખુદ કોરોના ભૂલ્યા. રમણ પાટકર સાથે કેટલાક ભાજપના કાર્યકરો એવા હતા જેમણે માસ્ક પણ સરખુ નહોતું પહેર્યુ.. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા તો ઉડાવવામં આવ્યા. પરંતુ કોરોનાના કેસ ઘટતા વિકાસના કામોના લોકાર્પણમાં કોરોનાના સંક્રમણનો ડર ભાજપમાંથી હવે ગાયબ થયો છે. જ્યારે ફોટો સેશનની વાત આવે ત્યારે ભાજપના આગેવાનો કોરોના ભૂલી ફોટા પડાવવા માટે દોટ મુકે છે.એક તરફ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા લોકોને કોવિડના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે તો ભાજપના હોદ્દેદારોએ શેઠની શિખામણ જાપા સુધીની કહેવત માત્ર પ્રજા સુધી યથાવત રાખી છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે, ભાજપના હોદ્દેદારોને ભીડમાં સંક્રમણ નથી લાગતુ… તો શું માત્ર પ્રજાને જ ભીડમાં કોરોનાનું સંક્રમણ લાગે છે.
