હાલ પશ્ચિમ બંગાળમાં રાજનીતિએ ગરમા-ગરમીનું જોર પકડ્યું છે. રાજ્યની રાજનીતિને હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. શનિવારે નદીયા જિલ્લાના કૃષ્ણાગુંજથી તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસની કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. પોતાના ક્ષેત્રના એક સરસ્વતી પૂજા સમારોહમાં હાજરી આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગયા હતા. આ કાર્યક્રમ દરમિયાન જ તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
સમગ્ર ઘટના કંઇક એવી રીતે બની હતી કે તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસ સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં મંચ પરથી નીચ ઉતર્યા અને પછી હુમલાખોરે તેમના ઉપર અચાનક જ ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી હતી. આ ગોળીબારમાં તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસનું મોત થયું છે. ટીએમસીના જિલ્લા અધ્યક્ષ ગૌરીશંકર દત્તે બીજેપીના એક સ્થાનિક નેતાને આ બનાવને અંજામ આપવા માટે જવાબદાર ગણાવ્યા છે.