ઘણા લોકો વાહન ખરીદ્યા પછી પણ હેલ્મેટ ખરીદતા નથી. જેને લઇને હવે મહારાષ્ટ્રમાં ડીલર્સશીપ ટૂંક સમયમાં નવા ટુ-વ્હીલરની ખરીદી પર બે બીઆઈએસ સ્ટાન્ડર્ડ હેલ્મેટ આપવાનું શરૂ કરી શકે છે.
એક મીડિયા અહેવાલ સામે આવ્યા છે, કે મહારાષ્ટ્રનાં ટ્રાન્સપોર્ટ કમિશનરે સિયામ (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ) ને આ નિયમનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરવા પર રાજ્યમાં ટુ-વ્હીલર્સનાં નોંધણીને રોક લાગી શકે છે. આ નિર્દેશ 5 માર્ચે જારી કરવામાં આવ્યો છે, તે અંગે મહારાષ્ટ્ર હાઇકોર્ટે પ્રથમ ચર્ચા કરી હતી. મહારાષ્ટ્ર હાઈકોર્ટની નાગપુર શાખાએ નવા વાહન સાથે બે હેલ્મેટ ન આપવું એ એક અપરાધ માન્યું હતું અને રાજ્યમાં નવા ટુ-વ્હીલર્સની નોંધણી સૂચવી હતી.
ત્યારબાદ કોર્ટે ટ્રાન્સપોર્ટ કમિશનરને આ નિયમનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જાહેર થયું કે વાહન ઉત્પાદક વેચાણ બાદ ડીલરોને હેલ્મેટ આપતું નથી. આ આદેશ જારી થયા બાદ વાહન ઉત્પાદકો દ્વારા આ નિયમનું પાલન કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે, નહી તો રાજ્યમાં ટુ-વ્હીલરની નોંધણી બંધ થઈ શકે છે.V