વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74 મા અધિવેશનને સંબોધન કરતાં વિશ્વને સ્પષ્ટ કર્યું કે ભારતે બુદ્ધ આપ્યા છે યુદ્ધ નથી આપ્યું. તેમણે કહ્યું કે વિખરાયેલી દુનિયા કોઈના હિતમાં નથી. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે.
UNGAમાં વડા પ્રધાન મોદીએ કહેલા પાંચ મહત્વનાં મુદ્દા
આતંક સામે વિશ્વને એક થવું જરૂરી છે. અમે એ દેશના નિવાસી છીએ જેમણે વિશ્વને બુદ્ધ આપ્યા છે યુદ્ધ નહીં. છૂટાછવાયું વિશ્વ કોઈના હિતમાં નથી. તેમણે કહ્યું કે આજે વિશ્વનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે. છૂટુછવાયું વિશ્વ આ સંજોગોમાં કોઈના હિતમાં નથી. આપણી પાસે અપાણી મર્યાદામાં સમયેટાઇ જવાનો વિકલ્પ નથી. આવી સ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રને નવી દિશા આપવી પડશે
ગ્લોબલ વોર્મિંગમાં ભારતનું યોગદાન ઘણું ઓછું છે. પંરતુ ગ્લોબલ વોર્મિંગ સામે પગલા લેવામાં ભારત આગળ છે. અમે વિશ્વને રીન્યુએબર એનર્જી માટે સાથે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. વિશ્વ આમા સાથે આવે.
નવું ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તની ઝુંબેશ ચાલી રહી છે. આવો વિશ્વમાં સાથે મળી આ કામ કરીએ.
અમે ગરીબો માટે 2 કરોડ વધુ મકાનો બનાવીશું. PMએ કહ્યું કે તેમણે ભ્રષ્ટાચાર બંધ કરીને 20 અબજ ડોલરની બચત કરી છે.
ન્યૂ ઈન્ડિયામાં ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. 5 વર્ષમાં ભારતમાં 11 કરોડથી વધુ શૌચાલયો બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું- ભારતથી નીકળતો સંદેશ વધુ વ્યાપક અને પ્રેરણાદાયક છે. તેમણે કહ્યું કે વિશ્વ મહાત્મા ગાંધીની 150 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આવો વિશ્વને સ્વચ્છ બનાવીએ