મોદી સરકારે ફરી એક સફળતા હાસિંલ કરી છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય એજન્સીઓના ઈનપુટ પર સેનેગલમાં રહેતા એડર વર્લ્ડ ડોન રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી છે. રવિ પુજારીને ભારતીય એજન્સીઓની સુઝબુઝથી પકડી પાડવામાં આવ્યો છે. રવિ પુજારી આફ્રિકાના સેનેગલમાં રહેતો હતો, જેના પર ભારતીય એજન્સીઓની સતત નજર હતી.
ભારત સાથે દગાખોરી કરીને ભાગી જનાર ભાગેડુઓના હવે ખરાબ દિવસો આવી રહ્યા છે. વિજય માલ્યા, નીરવ મોદીની પ્રત્યાર્પણના પ્રયત્નો તેમજ ક્રિશ્ચન મિશેલ અને રાજીવ સક્સેનાને ભારત લાવવામાં સફળ થયા બાદ હવે ભારતીય એજન્સીઓના નિશાના પર એડર વર્લ્ડ ડોન રવિ પુજારી છે.
જાણકારી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ભારતીય એજન્સીઓની નજર રવિ પુજારી પર હતી.સેનેગલ પહેલા તેનું લોકેશન બુરકીના ફાસોમાં હતું. ત્યારથી એજન્સી તેની પાછળ પડી હતી. જણાવી દઈએ કે રવિ પુજારી પર ભારતમાં ઘણા કેસ ચાલી રહ્યા છે.
ગયા વર્ષે જુનમાં રવિ પુજારીએ ગુજરાતમાં જીજ્ઞેશ મેવાણીને પણ ધમકાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત બોલિવુડની ઘણી હસ્તીઓ ફમ તેના સિકંજામાં છે. ડાયરેક્ટર મહેશ ભટ્ટ અને ફરાહ ખાનને પણ મારવાનો તેણે પ્લાન બનાવ્યો હતો.