મોદી સરકારના કેટલાક નેતાઓ દુનિયાને શાસન કરવાની રીત વિશે સલાહ-સૂચન આપી રહ્યાં છે, જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કર્યું. જ્યારે તેમના જ નેતાઓ અન્ય ઘરેલૂ અને વિદેશી કોર્પોરેટ નિગમોને ભારે છૂટ આપવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ ભારતમાં સામાન્ય લોકો સતત વધી રહેલ બેરોજગારી અને આર્થિક મંદીના કારણે નોકરીઓના નુકશાનના કારણે આર્થિક મુશ્કેલીમાં મૂકાઇ રહ્યાં છે.
સીએમઆઈઈ (સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી) દ્વારા રજૂ કરેલ નવીનત્તમ આંકડાઓનું અનુમાન છે કે, બેરોજગારોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, જે ઓગસ્ટના અંત સુધીને વધીને 4.5 કરોડ થઇ ગઈ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 1.1 કરોડ અને બે વર્ષોમાં આ 2 કરોડથી વધારે છે. (નીચે ચાર્ટ જુઓ) આ તે બધા બેરોજગાર લોકોની સંખ્યા છે જે કામ કરવા માટે ઈચ્છુક છે, પછી તે સક્રિય રૂપથી નોકરીની શોધી રહ્યાં હોય કે ના શોધી રહ્યાં હોય. સાપ્તાહિક અનુમાન અનુસાર 27 સપ્ટેમ્બર સુધી બેરોજગારી 9.94 ટકાની નજીક પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ બેરોજગારોમાં, 20થી 29 વર્ષના યુવાઓની સંખ્યા કુલ ત્રણ કરોડથી વધારે છે. આ સંખ્યામાં પાછલા બે વર્ષોમાં લગભગ 73 ટકાની ચોંકાવી દેનાર છલાંગ આવી છે. (નીચે ચાર્ટ જુઓ) તો, વર્તમાનમાં યુવાઓમાં બેરોજગારીનો દર 28 ટકા છે. મહિલાઓના મામલામાં ભારતમાં હંમેશા નોકરીના અવસરોનો રેકોર્ડ ખુબ જ ખરાબ રહ્યો છે, કેમ કે મહિલાઓની રોજગારીમાં ભાગીદારી ખુબ જ ઓછી છે. પરંતુ સંકટની વર્તમાન સ્થિતિમાં, મહિલાઓની બેરોજગારીની સ્થિતિ વધારે ખરાબ થઇ છે, સીએમઆઈઈના નવા આંકડાઓનું અનુમાન છે કે, આ 27 ટકાથી વધારે છે, જે પાછલા વર્ષે લગભગ 22 ટકા અને 2017માં લગભગ 17 ટકા હતા. (નીચે ચાર્ટ પર નજર કરી લો)
હજું સુધી એવું બન્યું નથી કે, મોદી સરકારે રોજગાર પેદા કરવા માટે કોઈ પણ રીતની જાહેરાત કરી હોય. તેમને લાગે છે કે, સરળ બેંક લોન ઉપલબ્ધ કરાવી દેવાથી, કોર્પોરેટ એકમોને ટેક્સમાં છૂટછાટ આપવાથી અને ગેરંટીકૃત આર્થિક ઉપહાર આપવાથી નોકરીઓ પેદા થઇ જશે. જોકે, સીએમઆઈઈના અન્ય આંકડાઓથી ખબર પડે છે કે, 2018-19માં, કોર્પોરેટનું શુદ્ધ લાભ 22.3 ટકાની દરથી વધ્યું હતુ અને અત્યાર સુધી નોકરીઓની કોઈ મહત્વપૂર્ણ સંખ્યા વધી નથી. કોર્પોરેટ એકમોને ઉત્પાદન વધારવામાં કોઈ જ રસ નથી- તેઓ લાભ લેવામાં વધારે રૂચિ રાખે છે.
પરંતુ તથ્ય તે છે કે, ઉદ્યોગોની કુલ ક્ષમતાનો ઉપયોગ લગભગ 75 ટકાથી પણ ઓછો છે, વેચાણ બધી જ જગ્યાએ ઘટી રહ્યું છે, આવક સ્થિર છે, જ્યારે મોંઘવારી વધી રહી છે.
વાસ્તવમાં, બધા જ ક્ષેત્રો- કૃષિ, ઉદ્યોગ અથવા સેવા ક્ષેત્ર હોય, પગારમાં ઘણો ઓછો વધારો થયો છે. ખેડૂતોની ઉપજ માટે ઉપલબ્ધ ઓછી કિંમતો અને ઓછી સાર્વજનિક વ્યયની નીતિએ મંદી અને બેરોજગારીમાં વધારો કર્યો છે. સરકાર લોકોના હાથોમાં પૈસા આપવામાં નિષ્ફલ રહી છે. તેથી આવનાર ભવિષ્યમાં અર્થવ્યવસ્થામાં સુધાર થશે અથવા કોઈ તાજગી આવશે તેની સંભાવના જોવા મળી રહી નથી.
નોકરીઓના મોર્ચા પર આનાથી પણ ભયાનક પરિણામ હશે. પહેલાથી જ નોકરીઓની ખરાબ સ્થિતિ છે અને હવે તે તેના કરતાં પણ ખરાબ હાલતમાં પહોંચવાની છે.
બેરોજગારીની સમસ્યાનો બીજો અને સૌથી મોટો છૂપાયેલ હિસ્સો નિમ્ન રોજગાર છે, જેનો અર્થ થે કે તેવા લોકો જેઓ ખુબ જ ઓછા વેતન પર કામ કરી રહ્યાં છે કેમ કે, તેમના માટે આનાથી સારૂ બેરોજગાર દેશમાં ઉપલબ્ધ જ નથી. આ કારણ છે કે, સીએમઆઈઈના આંકડાઓ પણ તે વાતની પુષ્ટિ કરે છે કે, દેશમાં 1.13 કરોડ સ્નાતક (ગ્રેજ્યુએટ) બેરોજગાર છે. જે બધા જ સ્નાતકોની સંખ્યાનો 17.4 ટકા ભાગ છે. આ બધી જ શૈક્ષિક શ્રેણીઓમાં બેરોજગારીની ઉચ્ચતમ દરમાંથી છે. તેમને પોતાની યોગ્યતાના આધાર પર નોકરી મળી રહી નથી. કેટલાક અનુમાનો અનુસાર ઓછું વેતન મેળવનાર રોજગાર કર્મચારીઓની સંખ્યા કુલ સંખ્યાનો 30થી 35 ટકા છે.
મોદી સરકારે પોતાના પહેલા પાંચ વર્ષ વિભિન્ન યોજનાઓ અને કાર્યક્રમોની જાહેરાતોમાં પ્રસાર કરી નાંખ્યા. તે ઉપરાંત કૌશલ વિકાસ અને બેંક લોનના માધ્યમથી ઉદ્યમિતાના વિકાસ પર જોર આપવામાં આવ્યું. તે બધુ જ નિષ્ફળ થઇ ગયું. હવે પોતાના બીજા પાંચ વર્ષની શરૂઆત થતાં જ સરકારે તે કહીને હાથ ઉંચા કરી નાંખ્યા છે કે, નોકરીઓનો કોઈ સંકટ જ નથી. તે આવનાર મહિનાઓમાં વધતા તીવ્ર સંકટની તરફ ઈશારો કરે છે, જેની અસર ભારતના રાજકારણને પણ કદાચ ધરમૂળથી બદલી નાંખી શકે છે.