કોરોનાની મહામારીમાં અનલોક-2 ને પુરું થવામાં બે દિવસની વાર છે ત્યારે દેશભરમાં સરકાર દ્વારા અનલોક-3ની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન પ્રમાણે નાઈટ કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે જીમ અને યોગ સેન્ટરને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સિનેમાહોલ અને શાળા કોલેજો બંધ રાખવાનો પ્રતિબંધ યથાવત રહેશે. માસ્ક લગાવવા હજી પણ ફરજીયાત રહેશે. 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ નિયમોને આધારીત જ કરવામાં આવશે.
- 1 ઓગસ્ટથી નાઈટ કરફ્યૂ હટાવી દેવામાં આવશે.
- શોળા-કોલેજ કોચિંગ કલાસ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
- 5 ઓગસ્ટથી યોગા અને જીમ ક્લાસીસ નિયમ સાથે શરૂ થશે.
- સિનેમા હોલ, સ્વિમિંગ પુલ અને મેટ્રો બંધ જ રહેશે.
- લોકડાઉનનું કડક પાલન કરવાનું રહેશે
- માસ્ક ફરજીયાત પણે પહેરવું પડશે.
- 15 મી ઓગસ્ટની ઉજવણી નિયમો સાથે કરી શકાશે