કેન્દ્રીય તપાસ એજન્સી એટલે કે સીબીઆઇએ ઉન્નાવ અકસ્માત દૂર્ઘટનામાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને કેટલાક અન્ય લોકો વિરૂદ્ધ કોર્ટે ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં તેને હત્યાનો પ્રયાસ અથવા ષડયંત્રનો મામલો નહી પણ માત્ર એક દૂર્ઘટના ગણાવી છે.
જુલાઇ મહિનામાં બનેલી આ દૂર્ઘટનામાં રેપ પીડિત યુવતી અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા જ્યારે કારમાં સવાર તેના બે સબંધીઓના મોત થઇ ગયા હતા.સીબીઆઇના એક પ્રવક્તાએ જણાવ્યુ કે આ મામલે આરોપીઓ વિરૂદ્ધ એફઆઇઆરમાં લાગેલા હત્યાના આરોપને હટાવી દેવામાં આવ્યો છે.
પ્રવક્તા અનુસાર, કુલદીપ સિંહ વિરૂદ્ધ આઇપીસીની કલમ 120 (બી) હેઠળ ગુનાહિત ષડયંત્ર રચવા અને ટ્રક ડ્રાઇવર આશીષ કુમાર પાલ વિરૂદ્ધ કલમ 304,279 અને બેદરકારીથી ગાડી ચલાવવા જેવા આરોપ લગાવવામાં આવ્યા છે.સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યુ કે આ મામલે સીબીઆઇને એવા કોઇ પુરાવા નથી મળ્યા જેનાથી તેને ‘હત્યાનો પ્રયાસ’ અથવા ‘હત્યાનું ષડયંત્ર’ સાબિત થયુ હોત.
આ વર્ષે 28 જુલાઇએ બનેલી દૂર્ઘટનામાં સીબીઆઇએ તત્કાલીન ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના કેટલાક સાથીઓને કથિત રીતે હત્યાનું ષડયંત્ર રચવા, યુવતીની હત્યાનો પ્રયાસ કરવા અને પુરાવા મિટાવવાના પ્રયાસ જેવા સંગીન આરોપો હેઠળ કેસ દાખલ કર્યો હતો.પીડિત યુવતીએ ધારાસભ્ય કુલદીપ સેંગર પર રેપનો આરોપ લગાવ્યો હતો જેની તપાસ સીબીઆઇ પહેલાથી જ કરી રહી છે.
28 જુલાઇએ રાયબરેલીમાં એક ટ્રકે પીડિત યુવતીની કારને ટક્કર મારી હતી જેમાં યુવતી સિવાય તેના કાકા, કાકી અને માસી સિવાય તેના વકીલ પણ સવાર હતા.દૂર્ઘટનામાં પીડિત યુવતીની કાકી અને માસીનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ જ્યારે પીડિત યુવતી અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.