ટેક ક્રંચની એક રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના સર્વરનુ સિક્યોર કરવાનું ભૂલી ગઇ જેના કારણે લાખો લોકોની બેંકના ખાતાની જાણકારી લીક થઇ ગઇ. વાસ્તવમાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેંક પોતાના સર્વરને પાસવર્ડથી સિક્યોર કર્યા વગર જ છોડી દીધું, એવામાં કોઇ પણ બેંક ગ્રાહકોની ખાનગી જાણકારી એક્સેસ કરી શકે છે અને આ સાથે જ ગ્રાહકોના ખાતાંની જાણકારી લીક પણ થઇ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, SBIના મુંબઇ ડેટા સેન્ટરના સર્વરને પાસવર્ડથી સિક્યોર નહતુ કર્યુ . આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે, SBI Quickના ડેટાને પણ ક્રેક કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, SBI Quick સર્વિસની મદદથી ગ્રાહક મિસ્ડ કોલની મદદથી બેંક બેલેન્સ, છેલ્લા પાંચ ટ્રાન્જેક્શન તથા ATM કાર્ડ પણ બ્લોક કરવાની સુવિધા મેળવી શકે છે. જોકે આ વાતનો હાલ સુધી ખુલાસો નથી થયો કે, સર્વર કેટલા દિવસ સુધી પાસવર્ડ વગર રહ્યુ હતુ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ દરમિયાન બેંકના સર્વર પર પાસવર્ડ ન હતો અને આ જ દરમિયાન બેંકના ગ્રાહકોને મેસેજ મોકલવામાં આવી રહ્યો હતો કે માત્ર સોમવારને બેંકની તરફથી ગ્રાહકોને 30 લાખ મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાં તેમના ખાતાથી જોડાયેલી જાણકારી હતી. પાસવર્ડ વગરનો ડેટાબેસ ગ્રાહકોની ખાનગી જાણકારીઓ માટે ખતરનાકરૂપ સાબિત થઇ શકે છે કેમકે તેમાં એક્સેસ કરવા માટે ગ્રાહકોની જાણકારી કોઇ હેકર કે ખોટા કામ અથવા તો ફ્રોડ કરવા માટે ઉપયોગમાં કરી શકાય છે
તો બીજી તરફ આ મામલા પર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના નિવદેનમાં કહ્યુ કે, ”સર્વરને પાસવર્ડથી સિક્યોર કરી દેવામાં આવ્યુ છે.”