ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે રાજ્યના બધા કોલેજો અને યૂનિવર્સિટીઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાયર એઝ્યુકેશન ઓફ ડાયરેક્ટોરેટે આને લઇને એક સર્કુલર રજૂ કર્યો છે. સર્કુલરમાં યૂનિવર્સિટી અને કોલેજોના અંદર ફોનના ઉપયોગ પર બધી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે.
સ્ટૂડેન્ટને હવે યૂનિવર્સિટી અને કોલેજોની અંદર મોબાઈલ ફોનને લઇને આવવાની અને ઉપયોગ કરવાની પરવાનગી આપવામા આવશે નહીં. આ પ્રતિબંધ પ્રદેશની યૂનિવર્સિટી અને કોલેજોના શિક્ષકો ઉપર પણ લાગૂ થશે.
ડાયરેક્ટોરેટ રાજ્યના બધા વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું શાનદાર વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામા આવ્યો છે.
સરકારે જાણ્યુ કે, કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષક મોટી સંખ્યામાં અભ્યાસના સમયે મોબાઈલ ફોન પર પોતાનો કિમતી સમય વ્યતીત કરે છે.
ટ્વિટર પર નિર્ણયની ટીકા
યોગી સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખુબ જ ટીકા થઇ રહી છે. યૂઝર્સે કહ્યું કે, યૂપી સીએમ લાગે છે, ભૂલી ગયા છે કે, આ 2019 છે.