ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બનતા રાજયપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, બેન ગુજરાત 2014થી 2016 દરમ્યાન ગુજરાતના મુખ્યપ્રધાન હતી અને તે પછી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. જોકે ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તામાં આવવાના સાથે આનંદીબેન ઉત્તર પ્રદેશમાં રાજયપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા.મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આથી તેમની ગેરહાજરીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આ અંગે રાષ્ટ્રપતિ ભવન તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડનની ગેરહાજરીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમનું કામકાજ સંભાળશે.
નોંધનીય છે કે, આનંદીબેન પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વસનીય વ્યક્તિઓમાંના એક છે, અને જ્યારે કોઈ વિશેષ પરિસ્થિતિનો નિર્માણ થાય ત્યારે બેનને વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. અત્યારે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર ભાંગી પડતા રાજનૈતિક સંકટની પરિસ્થિતિ સર્જાઈ છે. મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી યોજવાની છે, જે મધ્ય પ્રદેશ વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌ