અમેરિકામાં કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે અને જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના અમેરીકાને ભરખી ગયો છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે ટ્રાયલ તરીકે ભારત પાસે દવાની સપ્લાયની આશા રાખી રહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી પોતાની માંગ મૂકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, જો ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવાના ઓર્ડરનો પૂરવઠો પૂરો પાડવાની મંજૂરી આપે છે, તો અમે તેમની સરાહના કરીશુ, પરંતુ જો તે આવું નહીં કરે તો કોઈ વાત નહી, પરંતુ તે પણ અમારી પાસે આવી જ પ્રતિક્રિયાની આશા રાખે. જણાવી દઈએ કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવા મેલેરિયા માટે હોય છે. જેનું ભારત સૌથી મોટું ઉત્પાદક છે.
સરકારી સુત્રો પ્રમાણે, ભારત મહામારીની સંભાવિત કપરી સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની વસ્તી માટે દવાનો સ્ટોક કરી રહ્યું છે અને તમામ ભારતીયો માટે પૂરતી દવાઓ ઉપલબ્ધ થયા બાદ જ નિકાસ પર મૂકવામાં આવેલી રોકના આદેશને હટાવવામાં આવશે. હકીકતમાં DGFTએ 25 માર્ચે આ દવાની નિકાસ પર રોક લગાવી હતી. ભારત સિવાય અન્ય દેશો પણ આવું જ કરી રહ્યાં છે.