પેન્શન મેળવનારાઓ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર વધારે ખાસ હોય છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ નંબર ભૂલી જવા પર અથવા તો ખોવાઇ જવા પર તમારું પેન્શન પણ અટકી શકે છે. એમ્પ્લોય પેન્શન સ્કીમ (EPS) અંતર્ગત આવતા પેન્શનધારકોને PPO નંબર જારી કરવામાં આવે છે, જેની મદદથી તેઓ રિટાયરમેન્ટ (નિવૃત્તિ) બાદ પેન્શન પ્રાપ્ત કરી શકે છે.કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પીપીઓ નંબર જારી કરે છે. તે 12 અંકોનો એક નંબર હોય છે. પીપીઓ નંબરની જરૂરિયાત પેન્શન મેળવનારાઓને દર વર્ષે હોય છે કે જ્યારે તેઓએ લાઇફ સર્ટિફિકેટ નંબર જમા કરવાનો હોય છે. PPO નંબર નહીં હોવાના કારણે પેન્શનધારકને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ટ્વિટ કરીને PPO નંબર પ્રાપ્ત કરવાની રીતો જણાવી છે. જો તમારો પોતાનો PPO નંબર તમે ભૂલી ગયા છો તો આ સ્ટેપ્સને ફોલો કરીને બેંક એકાઉન્ટની મદદથી તમે તેને મેળવી શકો છો.
એક પેન્શનધારકે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે, તેને પાસબુકમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર દાખલ હોય. અનેક વખત એવું થાય છે કે, પેન્શનધારકની પાસબુકમાં બેંક કર્મચારી PPO નંબર દાખલ નથી કરી શકતા. કોઇ એક બ્રાન્ચથી બીજી બ્રાન્ચમાં પેન્શન એકાઉન્ટ ટ્રાન્સફર કરવા પર જ્યારે પાસબુકમાં PPO નંબર નહીં હોવા પર પેન્શન રજૂ થવામાં પણ મોડું થઇ શકે છે. જો તમે પોતાના પેન્શન સંબંધી કોઇ ફરિયાદ EPFO માં દાખલ કરાવો છો તો અહીં પણ તમારે PPO નંબર આપવો ફરજિયાત હોય છે. ઓનલાઇન પેન્શન સ્ટેટસ જાણવા માટે પણ PPO નંબરની જરૂરિયાત હોય છે.
બીજી વાર આ રીતે મેળવી શકશો
- ફરી વાર PPO નંબર મેળવવા માટે તમારે સૌ પહેલાં EPFO ની ઓફિશીયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ આ વેબસાઇટની લેફ્ટ સાઇડમાં જઇને ‘Pensioners Portal’ ના વિકલ્પ પર ક્લિક કરો.
- આ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ઓપન થશે. આ પેજ પર તમારે ‘Know Your PPO Number’ ના વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે પોતાના એ એકાઉન્ટ નંબરને નાખવાનો રહેશે કે જે તમારા પેન્શન ફંડ સાથે લિંક છે.
- બેંક એકાઉન્ટ નંબર અથવા PF નંબર નાખ્યા બાદ તેને સબમિટ કરો. ત્યાર બાદ તમારે સ્ક્રીન પર તમારો PPO નંબર આવી જશે.