રોકાણ નિષ્ણાત હંમેશા નાના સ્કેલ પર રોકાણની શરૂઆત કરવાની સલાહ આપે છે. કારણ કે તેમાં તમને રોકાણનો મોટો સમયગાળો મળે છે અને સાથે જ રિસ્ક લેવાની ક્ષમતા પણ વધુ હોય છે. Mutual Fundsમાં SIP દ્વારા રોકાણ કરીને તમે લાંબા ગાળામાં કરોડો રૂપિયા બનાવી શકો છો. યાદ રહે કે Mutual Fundsમાં રોકાણ લક્ષ્ય આધારિત હોય છે. એટલે કે જીવનના અનેક પડાવોમાં તમને રૂપિયાની ક્યાં ક્યાંથી જરૂર પડે છે, આ લક્ષ્યને ધ્યાને રાખીને રોકાણ કરવું જોઈએ. જેમ કે ઘર ખરીદવું, લગ્ન કરવા, કાર ખરીદવી, બાળકોનો અભ્યાસ બાદમાં તેમના લગ્ન, વગેરે. તમે વિદેશ ફરવા જાઓ છો તો પણ તમે SIP દ્વારા રોકાણ કરવું જોઈએ.ચાલો જોઈએ એક ઉપરછલ્લું ગણિત. માની લો કે તમે 25 વર્ષની ઉંમરે SIP દ્વારા રોકાણ કરવાનું શરૂ કરી દીધું.
દર મહિને 5000 રૂપિયા એટલે કે રોજના 167 રૂપિયા પણ જો બચાવીને ઝિપ્ડવાર Mutual Fundsમાં રોકાણ કરો છો તો નિવૃત્તિની ઉંમરે એટલે કે 60 વર્ષે તમારી પાસે 11.33 કરોડ રૂપિયાની તગડી રકમ હશે. યાદ રહે કે SIPમાં તમને વાર્ષિક 10 ટકાનો વધારો પણ કરી શકો છો.તપ તમે જોયું કે તમે માસિક માત્ર 5000 રૂપિયા SIP દ્વારા રિટાયરમેન્ટ સુધી 11.3 કરોડ રૂપિયાની તગડી રકમ જા કરી શકો છો. પરંતુ એક વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે કે દર વર્ષે તમારી સેલરીમાં વધારો થાય છે તો તમે તમારા SIP રોકાણમાં પણ વધારો કરવો જોઈએ. 35 વર્ષના લાંબા સમયમાં તમને કમ્પાઉન્ડિંગનો જોરદાર ગાયદો મળે છે. મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળામાં તમને 12-16% વાર્ષિક રિટર્ન આપે છે. જયારે તમે દરવર્ષે રોકાણ વધારો છો તો તમે નિવૃત્તિના ઘણા સમય પહેલા કરોડપતિ બની ગયા હોવ છો અને તમારા રિટાયરમેન્ટ ઉંધી એટલી રકમ જમા થઇ ગઈ હોય છે તમે બાઈની જિંદગી આરામથી જીવી શકો છો.