આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે જેના વગર આજે કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ થઈ શકતું નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની તરફથી કરવામાં આવેલા ફેરફાર બાદ તમે 18 નંબર ખરીદી શકો છો. TRAIના જણાવ્યા અનુસાર, ઘણા લોકોને બિઝનેસ માટે વધુને વધુ સિમની જરૂર હોય છે તેથી આ લિમિટને વધારવામાં આવી છે. આધારકાર્ડ કેટલા નંબર સાથે લિંક છે તે જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે લિંક હોવો જોઈએ.
આ રીતે જાણો આધાર કાર્ડની સાથે કેટલા નંબર રજિસ્ટર્ડ છે-
- સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
- હોમ પેજ પર Get Aadhaar પર ક્લિક કરો.
- હવે Download Aadhaar પર ક્લિક કરો.
- અહીં View More ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં Aadhaar Online Service પર જઈને Aadhaar Authentication History પર જવું.
- હવે અહીં Where can a resident chech/ Aadhaar Authentication History
- પર જઈને આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
- હવે નવું પેજ ઓપન થશે અહીં આધાર નંબર એન્ટર કરો અને કેપ્ચા એન્ટર કરીને સેન્ડ OTP પર ક્લિક કરો.
- હવે અહીં Authentication Type પર Allને સિલેક્ટ કરો.
- હવે તમારે કેટલા રેકોર્ડ જોવા છે તે એન્ટર કરો. હવે અહીં OTP એન્ટર કરીને વેરિફાઈ OTP પર ક્લિક કરો.
- તમારી સામે નવું ઈન્ટરફેસ ઓપન થશે.
- અહીંથી તમે તમારી ડિટેઈલ્સ પ્રાપ્ત કરી શકો છો.