LIC પોલિસીની સૌથી ખાસ વાત એ છે મેચ્યોરિટી પછી પણ જમાકર્તાનું જીવન સુરક્ષિત રહે છે, કારણ કે રિસ્ક કવર ચાલુ રહે છે, જ્યારે એક નિશ્ચિત સમય પછી તેને કોઈ પ્રીમિયમ ચુકવવાની જરૂર પડતી નથી.ન્યૂ જીવન આનંદ પોલિસીની કેટલીક ખાસ વાતો છે, જે તેને લોકપ્રીય બનાવે છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે 100 વર્ષની ઉંમર સુધી ફ્રી રિસ્ક કવર. એટલે કે 100 વર્ષ સુધી જમાકર્તાને ફ્રી રિસ્ક કવર મળે છે. તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ એક 30 વર્ષની વ્યક્તિ 25 વર્ષ માટે 10 લાખ રૂપિયા જમા કરાવે છે.જ્યારે તેની ઉંમર 55 વર્ષ થશે તો પોલિસી મેચ્યોર થઇ જશે. 55 વર્ષ પછી તે વ્યક્તિને મેચ્યોરિટી મળી ગઈ અને હવે કોઈ પ્રીમિયમની પણ ચુકવણી કરવાની નથી. પરંતુ તેને 100 વર્ષ સુધી 10 લાખ રૂપિયાનું રિસ્ક કવર મળશે. અર્થાત આ ઉંમરની અંદર જો જમાકર્તાનું મૃત્યુ નિપજે છે, તો તેના નોમિનીને 10 લાખ રૂપિયા મળશે.આ પોલિસીની બીજી ખાસિયત- મેચ્યોરિટી પર પણ પોલિસીને સરેન્ડર કરી શકાય છે. પોલિસી હોલ્ડર સામે જો કોઈ નાણાકિય પરેશાની આવે છે, તો તે ફ્રી રિસ્ક કવરને સરેન્ડર પણ કરી શકે છે. જો 75-80 વર્ષની ઉંમરે પોલિસીને સરેન્ડર કરાવે છે, તો પોલિસી હોલ્ડરને 70 ટકા રકમ મળે છે.
આ પોલિસીની ત્રીજી ખાસ વાત છે- પેડ અપ વેલ્યૂ આફ્ટર 3 ઈયર ઓફ પ્રીમિયમ પેમેન્ટ. તેના મુજબ પોલિસી 3 વર્ષ સુધી ચાલવી જોઇએ. ત્યારબાદ પેડ અપ વેલ્યૂ બને છે. તેને એક ઉદાહર દ્વારા સમજીએ. પોલિસી હોલ્ડર આ પોલિસીને લીધા પછી 5 વર્ષ સુધી ચાલુ રાખે છે અને પછી બંધ કરી દે છે. 10 લાખની પોલિસી 25 વર્ષ માટે લીધી છે, પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવા પર 5 વર્ષમાં જ બંધ કરી દીધી તો સમ એસ્યોર્ડ 2 લાખ રૂપિયા બનશે. એટલે કે પોલિસી હોલ્ડર ભલે જ પ્રીમિયમની ચુકવણી ના કરે પરંતુ તેને 2 લાખ રૂપિયાનું રિસ્ક કવર મળશે. જો કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના બને છે, તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળશે. પોલિસી હેઠળ એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબલિટી રાઇડરની સુવિધા પણ મળે છે. તેનો અર્થ છે કે પોલિસી દરમિયાન અક્સમાતથી મૃત્યુ થાય અથવા પોલિસી હોલ્ડર કાયમી અપંગ થઇ જાય છે, તો તેને પૂર્ણ રિસ્ક કવર મળે છે. દુર્ઘટનાથી મૃત્યુ થવા પર પોલિસી હોલ્ડરને 10 લાખ સિવાય એક્સ્ટ્રા સમ એસ્યોર્ડ મળે છે. આ રકમ 10 લાખથી વધી 20 લાખ રૂપિયા થઇ જાય છે. પૂર્ણ અપંગ થવાના કેસમાં પોલિસીધારકનું પ્રીમિયમ માફ થઇ જશે અને તે વ્યક્તિને વાર્ષિક 1 લાખ રૂપિયા મળશે. આ સુવિધા 10 વર્ષ સુધી મળશે. સાથે જ 10 વર્ષ પૂર્ણ થવા પર પોલિસીની મેચ્યોરિટી પણ મળશે.