IDBI બેંકે કેટલાક પદો માટે ભરતી બહાર પાડી છે. યોગ્ય ઉમેદવાર આ પદો માટે ઓનલાઇન અરજી કરી ભરતી પ્રક્રિયામાં સામેલ થઇ શકે છે. ઉમેદવારોની પસંદગી અનુભવ, એજ્યુકેશનલ ક્વાલિફિકેશન અને પર્સનલ ઇન્ટરવ્યૂના આધારે થશે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 20 એપ્રિલ 2021થી શરૂ થઇ ગઇ છે. આ પદો પર ઉમેદવારોની કોન્ટ્રાક્ટના આધારે નિમણૂંક થશે.નોટિફિકેશન મુજબ ચીફ ડેટા ઓફિસર માટે 1 પદ, હેડ પ્રોગ્રામ મેનેજમેન્ટ એન્ડ આઈટી કોમ્પ્લાયન્સ માટે 1 પદ, ડિપ્ટી ચીફ ટેક્નોલોજી ઓફિસર માટે 1 પદ, ચીફ ઇનફોર્મેશન સિક્યોરિટી ઓફિસર માટે 1 પદ અને હેડ ડિજીટલ બેંકિંગ માટે 1 પદ માટે ભરતી કરાશે. આ પદો માટે પસંદગી થનાર ઉમેદવારોને મુંબઈ લોકેશન પર નિમણૂંક કરાશે.આ પદો પર અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં ફુલ ટાઇમ માસ્ટર અથવા બેચલર ડિગ્રી હોવી જોઇએ. આ ઉપરાંત તેમની પાસે સંબંધિત ક્ષેત્રમાં 18થી 20 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ પદો પર અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઇએ. વધુ જાણકારી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
