જો તમે પણ ઘરે બેઠા કારોબાર કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક એવા પ્લાન વિષે જણાવી રહ્યા જે જેમાં તમે ઓછા પૈસાનું રોકાણ કરો મોટી કમાણી કરી શકો છો. એમા તમે ઓછામાં ઓછા 3 હજાર રૂપિયાથી શરુ કરી શકો છો. આ કારોબાર છે -સલાદ બનાવી વેચવાનો. હા આ હેલ્દી સાથે વેલ્ઘી પણ છે. આજના સમયમાં ભોજન સાથે સલાદ જરૂરી આઈટમ બની ગઈ છે. જે લોકો ડાઈટ ફોલો કરતા હોય તેમના માટે રામબાણ જેવું છે શરૂઆતમાં તમે ઓછા પૈસા માટે માત્ર 4-5 રીતે સલાદ બનાવી શકો છો. એમાં રોકાણ પણ ઓછું થશે અને ફીડબેક અનુસાર તમે તેમાં વધારો કરી શકો છો. પુનામાં રહેતી મેઘા બાફનાએ ગયા વર્ષે લોકડાઉનમાં સલાડ બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું હતું. થોડા મહિના પછી, 75 હજારથી 1 લાખ આવક આવવા લાગી. મેઘાએ તેની શરૂઆત ફક્ત 3 હજારથી કરી હતી. તે કહે છે કે તેની શરૂઆત 5 પ્રકારના સલાડથી થઈ હતી. તેમાં ચણા ચાટ, મિક્સ કોર્ન, બીટ રૂટ, પાસ્તા સલાડ શામેલ હતા. શરૂઆત સોસાયટીની આસપાસના લોકોથી કરી હતી. પાછળથી માંગ દિવસેને દિવસે વધવા લાગી ત્યારબાદ ડિલિવરી બોય રાખવો પડ્યો.આ માટે, તમે સોશિયલ મીડિયા પર કંપનીઓ, શાળાઓ અને ઘરોનો સંપર્ક કરી શકો છો. એવી ઘણી ઓનલાઇન વેબસાઇટ્સ છે કે જ્યાં ખોરાકની માંગ છે તમારી નોંધણી કરો અને તમારા ઉત્પાદન વિશે કહો. મેઘના કહેવા પ્રમાણે, મેં બે સલાદની પ્રાઈઝ રાખી એક 59 અને બીજી 69. નો પ્રોફિટ, નો લોસથી શરૂ કરવાનું વિચાર્યું, પરંતુ બે મહિના પછી મેં નફો કમાવવાનું શરૂ કર્યું. દર મહિને 5 થી 7 હજાર રૂપિયાની બચત થઈ હતી. ધીરે ધીરે, ગ્રાહક વધતાં, નફો વધવા લાગ્યો. લોકડાઉન થવા સુધીમાં, મારા 200 ગ્રાહકો હતા અને મહિનાની બચત 75 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની હતી. ચાર વર્ષમાં મેં આ સ્ટાર્ટઅપથી લગભગ 22 લાખ રૂપિયા જોડ્યા છે.
