કેટલાય સરકારી વિભાગોમાં ધોરણ 8 અને 10 પાસ, એન્જીનિયરીંગ અને એમબીએ પાસ વિદ્યાર્થીઓ માટે બમ્પર નોકરીઓ નિકળી છે. ઈચ્છુક ઉમેદવાર સંબંધિત સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશ સારી રીતે વાંચીને નોકરી માટે અરજી કરી શકે છે.
Kerala Cooperative Union Recruitment 2021
કેરલ રાજ્ય સહકારી સંઘમાં 8મું પાસ વિદ્યાર્થીઓ માટે વોચમેનના પદ પર ભરતી માટે નોટિફિકેશન નિકળ્યુ છે. આ પદ માટે ઉમેદવાર કેસીયુની સત્તાવાર વેબસાઈટ scu.kerala.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 15 જૂલાઈ 2021 છે.
SECL Recruitment 2021:
સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડે ડમ્પર ઓપરેટર સહિત અલગ અલગ પદો પર ભરતી માટે નોટિફિકેશન નિકાળ્યુ છે. આ પગ માટે ઉમેદવાર એસઈસીએલની વેબસાઈટ secl-cil.in પર જઈને અરજી કરી શકે છે. નોટિકિફેશનમાં જણાવ્યા પ્રમાણે 428 ખાલી પદ પર ભરતી થશે. આ પદ માટે લાયકાત 8 પાસ નક્કી કરવામાં આવી છે. જ્યાં 7 જૂલાઈ 2021 સુધી અરજી કરી શકાશે.
HECL Recruitment 2021:
હૈવી એન્જીનિયરીંગ કોર્પોરેશન લિમિટેડના ટ્રેની પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર થયુ છે. આ પદ માટે ઉમેદવારોએ વેબસાઈટ hecltd.com પર જઈને 31 જૂલાઈ 2021 પહેલા અરજી કરવાની રહેશે. અહીં 206 સરકારી પદ ખાલી છે. જે માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. સાથે જ અહીં આઈટીઆઈની ડિગ્રી પણ માગશે.