પોસ્ટ ઓફિસ Public Provident Fund Account પર આ સમયે 7.0% વ્યાજ મળી રહ્યું છે. એ હેઠળ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 500 રૂપિયા ને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. આ સ્કીમ હેઠળ એક વ્યક્તિ માત્ર એક એકાઉન્ટ ખોલાવી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે પબ્લિક પ્રોવિડંડ ફંડ સ્કીમને ટેક્સ ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે. એમાં રોકાણ કરો છો તો સેક્શન 80સી હેઠળ ડિડક્શનનો લાભ મળશે. મેચ્યોરિટી પર ઇંટ્રેસ્ટ ઇનકમ પણ પુરી રીતે ટેક્સ ફ્રી હશે. એવામાં રોકાણકારોને વધુ એટ્રેક્ટિવ ઇન્વેસ્ટમનેટ ઓપશન દેખાય છે. એનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો છે અને ત્યાર પછી 5 વર્ષના બ્લોકમાં એને વધારી શકાય છે. પ્રિ-મેચ્યોરિટી વિદ્રોવલ માટે કેટલાક નિયમો અને શરતો છે. ફાઇનાન્સિયલ મિનિસ્ટ્રી તરફથી દર ત્રણ મહિને ઇંટ્રેસ્ટ રેટ રીવીઝન કરવામાં આવે છે. જૂન ત્રિમાહી માટે ઇંટ્રેસ્ટ રેટ 7.1% છે. 30 જૂને વ્યાજ દર પર નાણા મંત્રાલય નિર્ણય લેશે. દર વર્ષના અંતમાં ઇંટ્રેસ્ટ ઇનકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે. વર્તમાન દરના હિસાબે જો તમે રોજ પોતાના ભવિષ્યને લઇ 100 રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષ પછી જયારે આ મેચ્યોર થશે તો એકસાથે 989931 રૂપિયા મળશે જે પુરી રીતે ટેક્સ ફ્રી હશે. 15 વર્ષ દરમિયાન 15 વર્ષ દરમિયાન તમારી જમા રાશિ 547500 રૂપિયા હશે.
PPFએકાઉન્ટને એક્ટિવ રાખવા માટે નાણાકીય વર્ષમાં 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. જો એવું નહિ કરે તો એકાઉન્ટ ઈનએક્ટિવેટ થઇ જશે. આ એક્ટિવ એકાઉન્ટ માટે લોનની સુવિધા મળતી નથી. એકાઉન્ટ ઈન એક્ટિવ થયા પછી ફરી એક્ટિવ કરાવવા માટે 50 રૂપિયા વાર્ષિક ચૂકવવાના રહેશે. લોન સુવિધા વિશે વાત કરીએ તો લોન સુવિધા નાણાકીય વર્ષના આગલા નાણાકીય વર્ષથી ઉપલબ્ધ છે જેમાં તમે આ એકાઉન્ટ ખોલાવ્યું છે. આ સુવિધા પાંચ વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ છે. તમે તમારા ખાતામાં જમા કરાયેલ 25 ટકા રકમ સુધી લોન મેળવી શકો છો. નાણાકીય વર્ષમાં ફક્ત એક જ વાર લોન મેળવી શકાય છે. બીજી લોન જ્યાં સુધી પહેલી લોનની ભરપાઈ નહીં થાય ત્યાં સુધી મળશે નહીં. જો ત્રણ વર્ષમાં લોનની ચુકવણી કરવામાં આવે તો, વ્યાજ દર વાર્ષિક માત્ર 1% રહેશે. જો ત્રણ વર્ષ પછી લોનની ચુકવણી કરવામાં આવે તો વ્યાજ દર વાર્ષિક 6 ટકા રહેશે. પાંચ વર્ષના લોક-ઇન પિરિયડ પછી નાણાકીય વર્ષમાં એક વખત ઉપાડ કરી શકાય છે. આ તમારા ખાતામાં જમા થયેલ રકમના 50 ટકા જેટલું હોઈ શકે છે. પ્રીમીચ્યોર ક્લોઝરની વાત કરીએ તો ખાતાધારક બીમાર પડે અથવા પોતે અથવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે સંમતિ હોય ત્યારે તેને મંજૂરી આપવામાં આવે છે. આ માટે કેટલાક ચાર્જ કાપવામાં આવે છે.