જો તમારે એવી યોજનામાં રૂપિયાનું રોકાણ કરવું હોય જેમાં પૈસા સલામત હોય અને સારું વળતર મળે, તો ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની જીવન અક્ષય પોલિસી એ એક સારો વિકલ્પ છે. તેમા તમને નિશ્ચિત પેન્શન મળશે. પોલિસીની વિશેષતા એ છે કે તેના માટે તમારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે. પોલિસીમાં કુલ 10 વિકલ્પો મળે છે. પરંતુ તેનો વિકલ્પ ‘A’ પસંદ કરીને, તમે દર મહિને 14000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મેળવી શકો છો.જીવન અક્ષય પોલિસી 30થી 85 વર્ષની વ્યક્તિઓ લઈ શકે છે. તેમા ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. પોલિસી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકાય છે. તે સિંગલ પ્રીમિયમની નોન-લિંક્ડ, નોન પાર્ટીસિપેટિંગ અને વ્યક્તિગત એન્યુટી સ્કીમ છે. આ પોલિસી હેઠળ લોનની સુવિધા પણ મળે છે. પોલિસી લીધાના ત્રણ મહિના પછી તમે આ લાભ લઈ શકો છો.
જો કોઈ આ પોલિસીમાં 5 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરે છે, તો તેને એન્યુટી દરમાં ઇન્સેન્ટીવ પણ મળે છે. પોલિસીમાં વાર્ષિક, 6 મહિના, 3 મહિના અને 1 મહિના એન્યુટીમાં ખરીદી શકાય છે. લઘુત્તમ એન્યુટી વાર્ષિક 12,000 રૂપિયા છે. જ્યારે મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. જીવન અક્ષય પોલિસીના Annuity payable for life at a uniform rate વિકલ્પ પસંદ કરી તમે આ પોલિસીમાં એક જ વાર રોકાણ કરીને દર મહિને પેન્શન મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ 35 વર્ષનો હોય તો તેણે 30,00,000 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે, જેમાં સમ એશ્યોર્ડ (સુનિશ્ચિત રકમ) 29,46,955 રૂપિયા હશે. આ પ્રીમિયમ ભર્યા પછી જો તમે ‘A’ વિકલ્પ એટલે કે ‘Annuity payable for life at a uniform rate’ પસંદ કરો છો, તો પછી તમે ચુકવણી પછી દર મહિને 14,214 રૂપિયા માસિક પેન્શન મેળવશો. પોલિસીધારકના જીવનકાળ સુધી યોજનાનો લાભ મળે છે. 30થી 85 વર્ષની વય જૂથના લોકો તેમાં રોકાણ કરી શકે છે. દિવ્યાંગ્જન પણ યોજનાનો લાભ લઈ શકે છે.