ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા કાનૂન વિરુદ્ધ થઈ રહેલો વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યો છે. પ્રદર્શનકારીઓએ જાહેર સંપતિઓને નિશાન બનાવી છે.

ત્યાર બાદ UPનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જ્યારે આ બેઠક કર્યા પછી યોગી આદિત્યનાથે જણાવ્યું કે પ્રદર્શનનામે હિંસાની ક્યારેય મંજૂરી આપવામાં નથી આવતી.

અમે તોફાની તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. જે પણ હિંસામાં દોષી હશે તેમની તમામ પ્રકારની સંપતિઓ જપ્ત કરવામાં આવશે. તેનાથી હિંસામાં નુકશાન થયેલી તમામ પ્રકારની ક્ષતિની ભરપાઈ કરવામાં આવશે.જેમાં તેમણે હિંસા પર નારાજગી વ્યક્ત કરી.આ મામલે આકરી ટીપ્પણી કરતા સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે પ્રદર્શનના નામ પર હિંસાની મંજૂરી ન આપી શકાય..જેનાથી હિંસામાં થયેલી ક્ષતિની ભરપાઇ કરવામાં આવશે.પોલીસ ઉપદ્રવીઓની ઓળખ કરી રહી છે.
પાર્ટીનાં કાર્યકર્તાની કરાઈ ધરપકડ
લખનઉનાં પરિવર્તન ચોક પર કોંગ્રસ, લેફ્ટ પક્ષોનાં કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ અજય લલ્લૂ અને ઘણા અન્ય કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરી છે. જ્યારે આ સ્થળ પર પ્રદર્શન દરમ્યાન પોલીસે ભીડન નિયંત્રણ મેળવવા માટે લાઠી ચાર્જ કર્યો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. સાથે સાથે પ્રદર્શનકારીઓએ કરેલા પત્થરમારામાં ટ્રાફિક પોલીસ એસપી સહીત ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.