વડોદરા:પતિએ કહ્યું તું ગમતી નથી,સિંગાપુર ટુરમાં જતા પતિએ કરી વાહિયાત માંગણી, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
પતિ કહે છે, તું મને ગમતી નથી મારે તારી સાથે રહેવું નથી.
સિંગાપોર પ્રવાસ દરમિયાન પતિએ તેની પત્નીને દારૂ પીવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત પરિણીતાએ વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સામે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસનો કેસ નોંધાવ્યો છે.
પતિ અને સાસુ અવારનવાર ઝઘડો કરતા હતા
વાપી શહેરમાં રહેતી હેતવી સોની(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ-2019 ના રોજ સમાજના ચાલતા રીતરિવાજ મુજબ વડોદરાના કેયુર સોની(રહે, સત્યમ પાર્ક, સંગમ ચાર રસ્તા, હરણી રોડ, વડોદરા) સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. કેયુર ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલો છે. લગ્ન પછી કેયુર તથા તેની માતા નાની-નાની વાતમાં ઝઘડો કરતા અને તેની સાથે ટોર્ચર પણ કરતા હતા.
.હું તને પસંદ નથી કરતો મારે છૂટાછેડા જોઈએ છે
પતિ-પત્નીની સિંગાપુરની ટ્રીપ સમયે પતિએ પત્નીને દારૂ પીવડાવવા માટે દબાણ કર્યું હતું.પર પત્નીએ દારૂ પીવાની ના પડી હતી. જેથી પતિએ પત્નીને અપશબ્દો બોલી લાફો ઝીંકી દીધો હતો. યુવતી ગર્ભવતી બનતા ઇન્ફેક્શનની સારવાર માટેનું જણાવતા સાસરિયાઓ તેને નાટક સમજતા હતા. તે દરમિયાન પતિએ જણાવ્યું હતું કે, તું મને પસંદ નથી મારે છૂટાછેડા જોઈએ છે, તેવી ફરિયાદના આધારે પોલીસે પતિ કેયુર તથા સાસુ પરાગીબેન વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.