જમ્મુ કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવીના દર્શન માટે જનારા ભક્તોને ટુંક સમયમાં સરકાર મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સરકાર 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી વંદે ભારત ટ્રેન દિલ્હીથી કટરા સુધી દોડાવવાની યોજના બનાવી રહી છે. આ ટ્રેન શરૂ થશે તો દિલ્હીથી કટરા માત્ર આઠ કલાકમાં પહોંચી શકાશે. વંદે ભારતના રેલ સફરમાં ત્રણ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે. જે ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તવી થઈને કટરા પહોંચશે. રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે વંદે ભારત ટ્રેન સવારે 6 વાગ્યે નવી દિલ્હીથી કટરા જવા રવાના થશે અને બે વાગ્યે આ ટ્રેન કટરા સ્ટેશન પર પહોંચશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મિશન જમ્મુ કાશ્મીરનો આજે બીજો દિવસ છે. તેઓ આજે બાબા બર્ફાનીના દર્શન કરવા જઈ શકે છે. આ ઉપરાંત તેઓ અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલા દરમ્યાન શહીદ થયેલા એસએચઓ અરશદ ખાનના પરિવાર સાથે મુલાકાત કરશે. તેઓ 12મી જૂને આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા.

જમ્મુ કાશ્મીર પ્રવાસના પહેલા દિવસે તેમણે રાજ્યપાલ સત્યપાલ મલિક અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે રાજ્યની આંતરિક સુરક્ષા અને પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.
અમિત શાહ પહેલા 30 જૂને એક દિવસ માટે કાશ્મીર ઘાટી જવાના હતા. પરંતુ સુત્રોની જાણકારી મુજબ કેન્દ્રીય બજેટ સંબંધમાં તેમની વ્યસ્તતાને કારણે આ મુલાકાત વહેલી કરી દેવાઈ.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આજે જમ્મુ-કાશ્મીરમાં બીજો દિવસ. જ્યાં તેઓ જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સ્થિતિની અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. પહેલી જુલાઈથી કાશ્મીરમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શ્રીનગરમાં તેઓ ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક કરશે.

બેઠક દરમિયાન તેઓ રાજ્યની આંતરિક સુરક્ષાની સાથે અમરનાથ યાત્રાની વ્યવવસ્થા પર પણ ચર્ચા કરશે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર અમિત શાહ અમરનાથની ગુફામાં જઈને દર્શન કરી શકે છે. અમિત શાહ પહેલા 30 જૂને એક દિવસ માટે કાશ્મીર ઘાટી જવાના હતા. પરંતુ સુત્રોની જાણકારી મુજબ કેન્દ્રીય બજેટ સંબંધમાં તેમની વ્યસ્તતાને કારણે આ મુલાકાત વહેલી કરી દેવાઈ