ગુજરાતના ધોરાજી ઉપલેટાના કોંગ્રેસ ધારાસભ્ય લલીત વસોયા એ સોશિયલ મીડિયા પર એક વિવાદીત પોસ્ટ અપલોડ કરી છે. અને તે પોસ્ટમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે વાયગ્રાને કારણે ભારતમાં વસ્તી વધારો થયો છે. આ પોસ્ટ કર્યા બાદ લલિત વસોયાએ એવું નિવેદન આપ્યું છે કે કોઈનું અપમાન કરવા માટે તેમણે આ પોસ્ટ અપલોડ નથી કરી. ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય નાણામંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે કોરોના વાઈરસને કારણે મોંધવારી વધશે. જેને અનુલક્ષીને લલિત વસોયાએ એવું કહ્યું હતું કે ભાજપના નેતાઓ વિવાદસ્પદ નિવેદનો આપતા જ હોય છે.
